ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

72 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ…

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. ગ્રહોના આ ગોચરને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થતું હોય છે. 72 કલાક બાદ આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે.

ગ્રહોના રાજકુમાર બુધ હાલમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 72 કલાક બાદ એટલે કે 14મી જૂનના બુધ વૃષભ રાશિમાંથી સ્વરાશિ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં બુધનું થઈ રહેલું ગોચર તમામ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યું છે પણ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે, તેમના જીવનમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થશે અને સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું છે…

બુધનું આ રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. બુધ કન્યા રાશિના દશમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિના જાતકોને કારોબારમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળી શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. કારોબારનો વિસ્તાર થશે. આ રાશિના જાતકોના પિતા સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યું છે.

તુલા રાશિના જાતકો માટે પણ બુધનું આ ગોચન લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે સારી સાબિત થઈ રહી છે. કામ અને કારોબારમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. વિદેશ જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી રહ્યા છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ રહી છે. આ સમય દરમિયાન તમારા કામ બની રહ્યા છે.

બુધનું મિથુન રાશિમાં થયેલું ગોચર ફળદાયી સાબિત થવા જઈ રહ્યું છે. હાલમાં બુધ પંચમ ભાવમાં સ્થિર રહેશે. આ સમયગાળા દરમિયાન સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. એટલું જ સંતાનસુખ ઈચ્છનારા દંપતિને પણ સંતાનપ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક માહોલ પણ ખૂબ જ ખુશનુમા રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button