શાહરૂખને પહેલી વાર નેશનલ એવોર્ડ, ગુજરાતી એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ…

નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના (71st national film awards 2023) વિજેતાઓની જાહેરાત શુક્રવારે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે કરવામાં આવી હતી.
શાહરૂખ ખાનને ફિલ્મ જવાન અને વિક્રાંત મૈસીને ફિલ્મ 12 ફેલ માટે બેસ્ટ એક્ટર અને રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સંજય દત્ત, રિદ્ધિ ડોગરા જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ વશને
૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ ફિલ્મ ‘વશ’ને મળ્યો છે. જાનકી બોડીવાલાને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વખતે નેશનલ એવોર્ડમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કટહલને મળ્યો છે. કઠલ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, અનંત વી જોશી, વિજય રાજ, રાજપાલ યાદવ, બ્રિજેન્દ્ર કાલા અને નેહા સરાફ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ૧૯ મે, ૨૦૨૩ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ’12મી ફેલ’ ને મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ શાહરૂખ ખાન ને ‘જવાન’ ફિલ્મ માટે અને વિક્રાંત મેસી ને ’12મી ફેલ’ ફિલ્મ માટે મળ્યો છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ રાની મુખર્જી ને ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ ફિલ્મ માટે મળ્યો છે.

બેસ્ટ સીનેમેટોગ્રાફી માટે ધી કેરાલા ફાઈલ્સને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મના ‘ઢિંઢોરા બાજે રે’ ગીત માટે વૈભવી મર્ચન્ટને મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ‘એનિમલ’ ફિલ્મને સ્પેશિયલ મેન્શન મળ્યું છે. શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ ‘ભગવંત કેસરી’ રહી છે. બેસ્ટ નોન-ફીચર ફિલ્મનો પુરસ્કાર ‘ધ સાયલન્ટ એપિડેમિક’ ને મળ્યો છે. બેસ્ટ ફિલ્મ સ્ક્રીપ્ટ માટે ‘સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ ને પસંદ કરવામાં આવી છે. બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સનો પુરસ્કાર ઉત્પલ દત્તા ને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…48 વર્ષની સુંદરીએ મોનોકિની પહેરીને ધોધ નીચે સ્નાન કર્યુંઃ વાયરલ તસવીરોએ ચાહકોને પાગલ કર્યાં…