હોટલમાં 70 થી વધુ પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતીથી ખળભળાટ ! પેરામિલિટ્રી ફોર્સ તૈનાત
![70-pakistanis-staying-in-hotel-located-in-delhi-paharganj](/wp-content/uploads/2024/04/70-pakistanis-staying-in-hotel-located-in-delhi-paharganj.webp)
દિલ્હી : શુક્રવાર રાત્રે દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે ગુપ્તચર એજન્સીને પહાડગંજ સ્થિત ટુડે ઈન્ટરનેશનલ હોટલમાં 60 થી 70 પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી આપી હતી. આ માહિતી બાદ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ સમગ્ર હોટલની તેની આસપાસ મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.
. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે અને ત્યારબાદ માહિતી મળી હતી કે ટુડે ઇન્ટરનેશનલ હોટલમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ રોકાયા છે. માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા
હોટલમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રોકાયા હોવાની માહિતીના ઘટસ્ફોટ બાદ અનેક સવાલો પેદા થયા છે કે શું સુરક્ષા એજન્સીને જાણ નહોતી કે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો હોટલમાં રોકાયા છે, શું આ પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રીતે આવ્યા હતા? દિલ્હી પોલીસના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ ડેપ્યુટી કમિશનર એમ. હર્ષવર્ધનનું કહેવું છે કે આ પાકિસ્તાની ડેલીગેશન (પ્રતિનિધિમંડળ) છે જે નિઝામુદ્દીન દરગાહ માટે આવ્યું છે. આમ છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે આ પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે, ત્યારે દિલ્હી પોલીસ પાસે તેની આગોતરી માહિતી હશે, તો પછી મોટી સંખ્યામાં પોલીસ દળો કેમ તૈનાત કરવામાં આવ્યા છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે કેમ પહોંચ્યા છે.