નેશનલ

કોરોનાના ૬૫૬ નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં ૬૫૬ કોવિડ કેસનો વધારો થયો છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને ૩,૭૪૨ થઇ ગઇ છે. આ આંકડો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલા ડેટામાં બહાર આવ્યો છે. સવારે ૮ વાગ્યે અપડેટ કરાયેલા ડેટા દર્શાવે છે કે કેરળમાંથી ૨૪ કલાકના ગાળામાં નવા એક મૃત્યુ સાથે મૃત્યુઆંક ૫,૩૩,૩૩૩ નોંધાયો હતો. દેશમાં કોરોના કેસની સંખ્યા ૪.૫૦ કરોડ (૪,૫૦,૦૮,૬૨૦) છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૭૧,૫૪૫ થઇ ગઇ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ ૯૮.૮૧ ટકા છે. જ્યારે મૃત્યુદર ૧.૧૯ ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૮ નવા કોરોનાના કેસ અને એક મૃત્યુ થયાનું નોંધાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત ડેટામાં આ આંકડો બહાર આવ્યો છે.

વેબસાઇટ પર જણાવ્યા મુજબ આજે સવારે ૮ વાગ્યા સુધી દેશભરમાં નોંધાયેલા ૩૩૪ સક્રિય કોરોનાના ચેપમાંથી ૧૨૮ કેરળના હતા. તે સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૩૦૦૦ થવા પામી છે. આ ચેપને કારણે એક મૃત્યુ થયા બાદ કેરળમાં ત્રણ વર્ષ પહેલા ફાટી નીકળેલા કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૭૨,૦૬૩ પર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ચેપનું નિદાન થયા બાદ સાજા, રજા અથવા સ્થળાંતર કરાયેલા લોકોની સંખ્યા ૨૯૬ રહી હતી. તે સાથે આ શ્રેણી હેઠળના કુલ કેસોની સંખ્યા આજ સુધીમાં વધીને ૬૮,૩૮,૨૮૨ થઇ ગઇ છે.

મંગળવારે આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યના લોકોને આશ્ર્વાસન આપ્યું હતું કે કેરળમાં કોવિડના કેસ વધવા છતાં ભયનું કોઇ કારણ નથી. હોસ્પિટલો વાઇરસના ચેપને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં સજજ હોવાનું તેણીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button