નેશનલ

હીટ સ્ટ્રોકથી 60થી વધુનાં મોતઃ સ્વસ્થ રહેવા માટે અજમાવો આટલા ઉપાયો

મુંબઈ/નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યમાં ભીષણ ગરમી હીટ વેવની અસર જોવા મળી રહી છે, ત્યારે પાટનગર દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર થયો છે. હીટ સ્ટ્રોક સંબંધિત વિવિધ બીમારીના કેસમાં વધારો થયો છે, જ્યારે માર્ચથી લઈને અત્યાર સુધીમાં 60 જણનાં હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુ થયા છે. આગામી દિવસોમાં સંખ્યામાં વધારો પણ થયો છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર લૂને કારણે અમુક રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે વરિષ્ઠ નાગરિકોની સાથે બાળકોને બિનજરુરી બપોરના સમય બહાર નહીં નીકળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તાપમાનમાં થનારા વધારાની સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે, જ્યારે તેનાથી સાવધાન રહીને સમયસર પગલા ભરવાનું જરુરી બને છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ગરમીના વધારા સાથે આરોગ્ય જોખમાય છે તેમ જ મસ્તિષ્કની સમસ્યાઓથી લઈને કિડની-લીવર ફેઈલ્યોર સુધીના જોખમો ઊભા થઈ શકે છે. આ મુદ્દે જાણીતા ડોક્ટરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ઓપીડી અને ઈમર્જન્સી વિભાગમાં ગરમી સંબંધિત કેસમાં વધારો થયો છે. તાપમાનમાં થનારા વધારાની સાથે કામકાજ કરવામાં નબળાઈ અને મોંઢા પર સોઝા સહિત અન્ય લક્ષણો પણ જોવા મળે છે. લૂના કારણે સમયસર સારવાર નહીં કરવામાં આવતા આરોગ્ય સંબંધિત મુશ્કેલી પડે છે, જેમાં ક્યારેક દાખવેલી બેદરકારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

લૂ-હીટવેવથી બચવા માટે ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોને લાંબા સમય સુધી ગરમી-આકરા તાપમાં રહેવાથી બચવું જોઈએ. એનાથી શરીરમાં પાણી ઘટી શકે છે તેમ જ હીટ સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. ઉનાળાના દિવસોમાં ખાસ કરીને ગરમી સંબંધિત સમસ્યાઓમાં 30-40 ટકાનો વધારો થાય છે, જેમાં સૌથી વધુ વૃદ્ધ લોકો આવે છે, જેમને ક્રોનિક, હૃદય અને કિડની સંબંધિત બીમારીનું જોખમ થાય છે.

ગરમીમાં વધારે રહેવાથી લોકોમાં ડિહાઈડ્રેશનની સૌથી વધારે સમસ્યા ઊભી થાય છે. શરુઆતમાં પાણી ઘટી જવાથી મોંઢા પર સોજા આવવાની સાથે શરીરમાં નબળાઈની સાથે હાય-બીપીની સમસ્યા ઊભી થાય છે. શરીરમાં પરસેવા મારફત વધુ પાણી જવાથી કિડનીને ઈન્જરી થવાની સાથે લિવર સંબંધિત જોખમ પણ ઊભું થાય છે.

ગરમીના દિવસોમાં ખાસ કરીને સ્વસ્થ રહેવા માટે દિવસભર સૌથી વધુ પાણી પીઓ. હળવા અને ઢીલા કપડાં પહરેવાનું રાખો. ઘરની બહાર નીકળતી વખતે માથા પર ટોપી-આંખો પર ચશ્મા પહેરવાનું રાખો. બપોરના અગિયાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી બિનજરુરી બહાર નીકળવાનું ટાળો. શક્ય એટલા દારુ-કોફી ચાય વધારે પીવાનું પણ ટાળો તેમ જ હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો સમયસર ડોક્ટરની સલાહ લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button