છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ 6 માઓવાદી ઠાર, ઓપરેશન હજુ ચાલુ…

રાયપુર: છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા બળોએ છ જેટલા નક્સલીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે.
પોલીસે આ કાર્યવાહીની પૃષ્ટિ કરી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબૂઝમાડ ક્ષેત્રના જંગલમાં બપોરે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે શરુ થયેલી અથડામણની સૂચના મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સયુંકત ઓપરેશન હાથ ધર્યું હતું.
આપણ વાંચો: છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ
બસ્તર ક્ષેત્રના પોલીસ વડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મળેલી અબૂઝમાડ ક્ષેત્રના માઓવાદીઓની ઉપસ્થિતિ હોવાની બાતમીના આધારે નારાયણપુર જિલ્લાના અબૂઝમાડ ક્ષેત્રના સુરક્ષા દળોના સંયુક્ત દળોને નક્સલ વિરોધી અભિયાન પર મોકલવામાં આવ્યા હતા.
તેમણે આગળ જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન આજે બપોરથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અવારનવાર અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીના સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળેથી છ નક્સલવાદીઓના મૃતદેહ, AK-47 અને SLR રાઇફલ, અનેક અન્ય હથિયારો, વિસ્ફોટક સામગ્રી તેમ જ દૈનિક ઉપયોગની વસ્તુઓ મળી આવી છે.
પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું છે કે નારાયણપુરમાં નક્સલ વિરોધી અભિયાન હજુ પણ ચાલુ છે. આ અભિયાનમાં સામેલ જવાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાલમાં વધુ માહિતી શેર કરી શકાશે નહી. મહાનિરીક્ષકે ઉમેર્યું હતું કે, ઓપરેશન પૂરું થયા બાદ આ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.