નેપાળમાં હાહાકાર… આચાર્ય સત્યેન્દ્ર દાસની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ
અયોધ્યા: દિલ્હી NCR સહિત ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા શહેરોમાં ગઈકાલે રાત્રે 11.32ના સમયે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિએક્ટ સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 6.4 બતાવવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં છે. ભૂકંપના કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં અરાજકતા જોવા મળી હતી.
અચાનક આવેલા ભૂકેપના કારણે લોકો ભયના કારણે ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ તેમની ભવિષ્યવાણીના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમને ચંદ્રગ્રહણ સમયે જણાવ્યું હતું કે દુનિયામાં ભૂકંપ અને તોફાન આવવાની સંભાવના છે.
જો કે નેપાળમાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાંથી કોઇ જાનહાનિની કોઇ ઘટના જોવા મળી નથી. પરંતુ મધરાતે આવેલા આ ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની આ ભવિષ્યવાણી ગઈકાલે રાત્રે સાચી સાબિત થઈ.
આચાર્ય સત્યેન્દ્ર દાસે ચંદ્રગ્રહણની ઘટના સમયે જાહેરમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને દુનિયામાં ભૂકંપ અને તોફાન આવવાની સંભાવના છે. આ વર્ષના ગ્રહો અને નક્ષત્રો પણ એવું જણાવી રહ્યા છે કે દુનિયાના ઘણા વિસ્તારોમાં હાહાકાર મચી જશે. ચંદ્રગ્રહણના સાત દિવસ બાદ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ત્યારે ફરી એકવાર રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર સત્યેન્દ્ર દાસની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેમણે અગાઉ પણ પીએમ નરેન્દ્ર મોદી વિશે પણ ભવિષ્યવાણી કરી હતી કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ જીતશે.