નેશનલ

નેપાળમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

કાઠમંડુ: નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હોવાનું નેશનલ અર્થક્વેક મોનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું.

ભૂકંપને કારણે ૨૦ જેટલા ઘરને નુકસાન થયું હતું અને ૭૫ જેટલા ઘરમાં તિરાડ પડી ગઈ હતી.

રવિવારે સવારે ૭.૩૯ કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ ધાડિંગ જિલ્લામાં હતું.

બાગમતી અને ગંડકી પ્રાન્તના અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપને કારણે જાનહાનિના કોઈ અહેવાલ નથી. પ્રસારમાધ્યમના અહેવાલ મુજબ ભૂકંપને કારણે જિલ્લાના અનેક વિસ્તારમાં ભેખડો ધસી પડવાની ઘટના નોંધાઈ હતી.

ભૂકંપ બાદ ચારની તીવ્રતાના અનુભવાયેલા આફ્ટરશૉકને કારણે વધુ નુકસાન થયું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે એકંદરે કેટલું નુકસાન થયું છે તેની આકારણી કરવામાં આવી રહી હોવાનું વોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ કૃષ્ણપ્રસાદ કાપડીએ કહ્યું હતું.

એ જ જિલ્લામાં ૨૯ મિનિટના સમયગાળામાં ચાર આફ્ટરશૉક અનુભવાયા હતા.

ગભરાયેલા લોકો ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.

૧૬ ઑક્ટોબરે નેપાળના સુદર પશ્ર્ચિમ પ્રાન્તમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

વર્ષ ૨૦૧૫માં નેપાળમાં આવેલા ૭.૮ની તીવ્રતાના ભૂકંપે ૯,૦૦૦ કરતાં પણ વધુ લોકોનો ભોગ લીધો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button