ભોપાલમાં મંડોરાના જંગલમાં બિનવારસ કારમાંથી મળ્યું બાવન કિલો સોનું અને કરોડોની રોકડ…

ભોપાલ: મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં આવકવેરા વિભાગની એક બિનવારસ કારમાંથી 52 કિલો સોનું અને મોટા પ્રમાણમાં બેનામી રોકડ જપ્ત કરી છે. મંડોરાના જંગલમાંથી મળી આવેલી બિનવારસ કારમાંથી રોકડ પૈસા અને સોનું કોણ છોડી ગયું તેની તપાસ પોલીસ અને આવકવેરા વિભાગે હાથ ધરી છે.
આ પણ વાંચો : અજિતદાદા તમે ચોક્કસ એક દિવસ મુખ્ય પ્રધાન બનશો: ફડણવીસ
જંગલમાંથી મળી બિનવારસ કાર
મંડોરાના જંગલમાં આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા 52 કિલો સોનાની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા જેટલી છે. તે ઉપરાંત લગભગ 9.86 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જે કારમાંથી સોનું અને રોકડ મળી આવી છે તે કાર ચેતન ગૌર નામના વ્યક્તિની છે. મીડિયા અહેવાલ અનુસાર આ દરોડાનો સબંધ સૌરભ શર્માના કેસ સાથે છે. ઉલ્લેખનીય છે કે લોકાયુક્તના સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટે ગુરુવારે સૌરભ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા.
કન્સ્ટ્રક્શન કંપની પર રેડ
મધ્યપ્રદેશમાં લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સયુંકત રેડ ચાલી રહી છે. આવકવેરા વીભાગે 52 કિલો સોનું અને મોટા પ્રમાણમાં બેનામી રોકડ જપ્ત કરી છે. આ સિવાય બે દિવસ પૂર્વે જ ભોપાલ અને ઈન્દોરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીની 11 સાઇટો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર ગ્વાલિયરના કોઇ વ્યક્તિના નામે નોંધાયેલી છે.
આ પણ વાંચો : બદલાપુર યૌન શોષણ કેસઃ મદદ કરવાને બદલે આરોપીના માતા – પિતાને સજા, કેમ?
ભૂતપૂર્વ RTO કોન્સ્ટેબલના કેસ સાથે સબંધ
લોકાયુકત પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશ પરિવહન વિભાગના ભૂતપૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી રૂ. 2.85 કરોડની રોકડ સહિત રૂ. 3 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. ડીએસપી વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માની બે મિલકત પર સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રોકડ ઉપરાંત 50 લાખની કિંમતનું સોનું અને ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું હતું. મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજો મળ્યા છે, અને હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે.