નેશનલ

દિવાળી નિમિત્તે 5,000 સફાઈ કર્મચારીને મળી આ ભેટ, જાણો શું છે

નવી દિલ્હી: અહીંની એમસીડી (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી)ની બેઠકમાં પાંચ હજાર સફાઈ કામદારને નિયમિત (કાયમી રાખવા) કરવા સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ૩૧૦૦ ડીબીસી (ડોમેસ્ટિક બ્રીડિંગ ચેકર)ના કર્મચારીને એમટીસી બનાવવાનો પ્રસ્તાવને સદન દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

એમસીડીમાં આ ઠરાવ મંજૂર થયા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. કેજરીવાલે ટ્વીટમાં લખ્યું એમસીડીમાં પાંચ હજાર સફાઈ કામદારની નિમણૂક કરવાનું તેમણે જે વચન આપ્યું હતું તે વચન પૂરું કર્યું છે. સદનમાં જે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે તેને પણ સ્થાયી સમિતિ દ્વારા પણ મંજૂર કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ ડીએમસી એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં, એમ મેયર ડો. શૈલી ઓબેરોયે જણાવ્યું હતું.

પ્રસ્તાવની મીટિંગ પૂરી થયા બાદ ઓબેરોય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અહીંની કોન્ફરન્મસમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ માટે ઘણા સમય પહેલાથી તૈયારીઓ આપ (આમ આદમી પાર્ટી)ની સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી, જેથી દિવાળી પહેલા પાંચ હજાર સફાઈ કામદારોને તેમના કામ માટે નિયમિત કરી શકાય અને તેમને ભેટ આપી શકાય.

આ નિર્ણયને મંજૂરી આપવા સંઘર્ષ કરવો પડ્યો હતો. એમસીડીમાં ડીબીસીના કર્મચારીઓ કામ કરતા અનેક વર્ષો વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેમને નિયમિત કરવામાં આવ્યા નથી. ડીબીસી કર્મચારીઓ તેમને નિયમિત કરવા અંગેની માંગ સાથે સતત આંદોલન કરી રહ્યા છે.

એમટીસીની રચના બાદ કર્મચારીઓને કાયમી-રેગ્યુલર કરવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. દિલ્હીને સ્વચ્છ, સુઘડ અને સુંદર શહેર બનાવવા કેજરીવાલે સ્વચ્છતા કર્મચારીઓને દિલથી લોકોની સેવા કરવા જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત