બિહારના પટણામાંથી મળી આવ્યું 500 વર્ષ જૂનું મંદિર; પૂજા કરવા ઉમટી લોકોની ભીડ

પટણા: સંભલમાં મળી આવેલા પ્રાચીન મંદિર બાદ હવે બિહારના પાટનગર પટણામાંથી પણ 500 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. મંદિરમાં ચમકદાર શિવલિંગ પણ મળી આવ્યું છે. લોકોનું માનવું છે કે આ મંદિર 500 વર્ષ જેટલું પ્રાચીન છે. ખોદાણ દરમિયાન મંદિર મળી આવતા ભક્તો પૂજા કરવા માટે ત્યાં ઉમટી પડ્યા હતા. હાલ લોકો આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે.
ખોદકામ કરતાં મળી આવ્યું મંદિર પ્રાપ્ત વિગતો અનુસાર પટણાના આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણ બાબુ કી ગલીમાં ખાનગી જમીન પર આવેલું આ મંદિર ઘણા સમયથી બંધ હાલતમાં હતું. રવિવારે બપોરે આસપાસના લોકોએ જોયું કે જમીન ધસી રહી છે. બાદમાં જ્યારે સફાઈ કરવામાં આવી ત્યારે જૂના મંદિરનો શીર્ષ ભાગ દેખાતો હતો. જ્યારે અહી ખોદકામ કરતાં મંદિર મળી આવ્યું હતું. અહી લગભગ પાંચ ફૂટ ઉંચુ કાળા પથ્થરનું શિવલિંગ પણ મળી આવ્યું છે અને મંદિરના સ્તંભોમાં પણ કોતરણી જોવા મળી છે.
Also read: બિહારમાં સગીરની હત્યા કરી ફરાર થયેલો આરોપી મુંબઈમાં પકડાયો
વર્ષો પહેલા એક મહંત રહેતા હતા મંદિર મળી આવ્યા બાદ લોકોની ભીડ એકઠી ગઈ હતી અને સ્ત્રીઓ ત્યાં પૂજા કરવાની પણ શરૂઆત કરી દીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઘણા વર્ષો પહેલા તે જમીન પર એક મહંત રહેતા હતા, તેમના મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યો પણ થોડો સમય ત્યાં રહ્યા હતા. બાદમાં તેઓ જતાં રહેતા આ સ્થળ નિર્જન બની ગયું. ધીરે ધીરે ત્યાં જંગલ બની ગયું હતું. લોકો અહી કચરો ફેંકતા હતા અને આ રસ્તો બંધ થવાને કારણે લોકોએ અવર-જવર બંધ કરી દીધી હતી. મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ શિવલિંગ ખૂબ જ પ્રાચીન જણાઈ રહ્યું છે અને તે હજુ પણ ચમકદાર અને આકર્ષક છે. અન્ય લોકોનું માનવું છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું હશે. લોકોએ પરસ્પર સહકારથી મંદિરની સફાઈ અને જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ આ પ્રાચીન મંદિરને તેના જૂના સ્વરૂપમાં લાવવામાં આવશે.