નેશનલ

આ દિવસથી બંધ થશે 500 રૂપિયાની નોટ, RBI એ શું કહ્યું જાણી લેશો તો ફાયદામાં રહેશો…

દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને આ જ ક્રમમાં મોટા મૂલ્યની નોટને ચલણમાંથી હટાવવાની વાતો કરાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી હતીસ અને 500 રૂપિયાની નોટને પણ ચલણમાંથી દૂર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ કે આખરે 500 રૂપિયાની નોટ ક્યાં સુધી બંધ થઈ શકે છે અને ત્યાર બાદની સ્થિતિ શું હશે? આને લઈને સરકારની તૈયારીઓ શું છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર આરબીઆઈની સહમતિ બાદ માર્ચ, 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે. મોટી નોટના ચલણને ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. 2000ની નોટ ચલણમાંથી ગાયબ થયા બાદથી અત્યારે 500 રૂપિયાની નોટ ચલણમાં સૌથી વધુ મૂલ્યની નોટ છે. હવે 2000 રૂપિયાની નોટ બાદ કદાચ 500 રૂપિયાની નોટ પણ ચલણમાંથી બહાર થઈ જશે. સરકાર આને સીધે સીધું નોટબંધીની જેમ લાગુ કરવામાં આવશે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર હાલમાં જ આરબીઆઈ દ્વારા બેંકોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ એટીએમમાં અને પૈસાની લેવેડદેવડમાં 100 અને 200 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન વધારે. પરિણામે એવી પૂરેપૂરી શક્યતા છે કે ત્યાર બાદ સરકાર દ્વારા આને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે. આરબીઆઈ દ્વારા એવા આદેશ આપવામાં આવ્યો છે કે 30મી સપ્ટેમ્બર સુધી દેશભરના એટીએમમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટનું ચલણ વધારવામાં આવશે.

સરકાર ધીરે ધીરે 500 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન ઘટાડશે, પણ તેને સંપૂર્ણપણે બંધ તો નહીં કરે. લોકોને તેમા પૈસા જમા કરાવવાનો પૂરતો સમય આપવામાં આવશે. આવું કરવાથી ધીરે ધીરે આરબીઆઈ પાસે 500 રૂપિયાની નોટ જમા થઈ જશે અને માર્કેટમાંથી 500 રૂપિયાની નોટ્સ દેખાવવાનું બદલાશે.

500 રૂપિયાની નોટ્સને લઈને દર થોડાક સમયે કોઈને કોઈ માહિતી સામે આવતી જ હોય છે. આ સિવાય બજારમાં 500 રૂપિયાની બનાવટી નોટને લઈને પણ આરબીઆઈ દ્વારા નાગરિકોમાં જાગરૂક્તા ફેલાવવામાં આવતી હોય છે. તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને?

આપણ વાંચો : હેં, હવે જૂની-ફાટેલી નોટ્સમાંથી બનશે તમારા ઘરનું ફર્નિચર, RBI નો છે માસ્ટર પ્લાન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button