
નવી દિલ્હી: 104 ભારતીયોને દેશનિકાલ કર્યા બાદ અમેરિકાએ હવે વધુ 487 ભારતીયોને પરત મોકલવાની તૈયારી કરી છે. જો કે આ દરમિયાન ભારતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે અમેરિકામાં રહેતા 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે.
487 ભારતીય નાગરિકોનો થશે દેશનિકાલ
એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને 487 સંભવિત ભારતીય નાગરિકો વિશે માહિતી આપી છે જેમને દેશનિકાલના આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતે અમેરિકી સરકારને સ્પષ્ટ કહ્યું છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં. જો ભારતીયો સાથે કોઈપણ પ્રકારનો દુરુપયોગ કરવામાં આવશે તો ભારત તાત્કાલિક તે મુદ્દાને ઉચ્ચ સ્તરે ઉઠાવશે.
આ પણ વાંચો : અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોનું ભવિષ્ય શું? ફરી વિદશ જઇ શકશે?
કાયદાકીય અને સુરક્ષાના મુદ્દાઓનો સબંધ
વિદેશ સચિવે કહ્યું કે દેશનિકાલની પ્રક્રિયા નવી નથી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગઈકાલે સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારતને બિનભાગીદાર રાષ્ટ્ર તરીકે વર્ણવવામાં આવે તે અમે સ્વીકારીશું નહીં. જો વિશ્વનો કોઈ પણ દેશ તેના નાગરિકોને પાછા સ્વીકારવા માંગતો હોય, તો તેને ખાતરી આપવાની જરૂર છે કે જે કોઈ પણ પરત આવી રહ્યું છે તે ભારતનો નાગરિક છે, આમાં કાયદાકીય અને સુરક્ષાના મુદ્દાઓ સંકળાયેલા છે.
લશ્કરી વિમાનના ઉપયોગ અંગે કરી ટિપ્પણી
તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં થયેલી વાતચીતમાં જ્યારે અમે અમેરિકાથી પાછા ફરનારા સંભવિત લોકો વિશે વિગતો માંગીહતી. અમને જણાવવામાં આવ્યું છે કે 487 ભારતીય નાગરિકો માટે અંતિમ દેશનિકાલનો આદેશ છે. અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે લશ્કરી વિમાનના ઉપયોગ અંગે તેમણે કહ્યું કે ગઈકાલે થયેલી દેશનિકાલ ઘણા વર્ષોથી ચાલી રહેલી પ્રક્રિયા કરતાં કંઈક અલગ અને થોડી અલગ પ્રકૃતિની હતી.