નેશનલમનોરંજન

40 વર્ષે સપ્તપદીના ફેરા ફરશે આ અભિનેત્રી? એક સમયે એક્ટર ધનુષ સાથે જોડાયું હતું નામ

મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન’માં વિક્રમ, એશ્વર્યા રાય જેવા કલાકારો સાથે જોવા મળેલી ત્રિશા ક્રિષ્નનની સુંદરતાના કરોડો ચાહકો છે. અભિનેત્રીએ વર્ષ 1999માં મિસ ચેન્નઇ બન્યા બાદ સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો અને ત્યારબાદ લાગલગાટ તમિલ અને તેલુગુ ફિલ્મ કરીને તેણે સફળતાના શિખરો સર કર્યાં.

ઇન્ડસ્ટ્રીમાં ‘ધ ક્વિન ઓફ સાઉથ ઇન્ડિયા’ તરીકે જાણીતી ત્રિશા લાંબા સમયથી સિંગલ છે. જો કે વર્ષ 2015માં તેણે બિઝનેસમેન અને પ્રોડ્યુસર વરુણ મનિયન સાથે લગાઇ કરી હતી. પરંતુ બંનેએ થોડા મહિના પહેલા આ સગાઇ તોડી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા અને વરુણ વચ્ચે સગાઈથી ઘણા મતભેદો હતા, જેના કારણે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આખરે મે 2015માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. આની પાછળનું કારણ એ સામે આવ્યું હતું કે વરુણના પિતા આ લગ્નની વિરુદ્ધમાં હતા. ત્રિશાનું નામ સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા અગાઉ રાણા દગ્ગુબાતી, વિજય અને નયનતારાના એક્સ બોયફ્રેન્ડ સિમ્બુ ઉપરાંત ધનુષ સાથે તે રિલેશનશિપમાં રહી ચૂકી છે. જો કે, અભિનેત્રીએ તેની પર્સનલ લાઈફને લઈને ક્યારેય કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

હવે એવા સમાચારો વહેતા થયા છે કે ત્રિશા કૃષ્ણન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર અભિનેત્રી આગામી દિવસોમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિશાના ભાવિ જીવનસાથી મલયાલમ ફિલ્મોના નિર્માતા છે. જોકે, તે કોણ છે તે અંગે કોઈ અપડેટ નથી. આ અગાઉ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે કદાચ તેને હજુ સુધી તેનો યોગ્ય જીવનસાથી મળ્યો નથી, તેથી તે હજુ લગ્ન વિશે વિચારી રહી નથી.

‘પોન્નિયન સેલ્વન: 2’ ની સફળતા પછી, ત્રિશા પાસે ઘણી બેક ટુ બેક ફિલ્મો છે. તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ‘લિયો’માં જોવા મળશે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અભિનેત્રી અરુણ વસીગરનની આગામી ફિલ્મ ‘ધ રોડ’માં પણ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…