નેશનલસ્પેશિયલ ફિચર્સ

ઉત્તરકાશીમાં ટ્રેકિંગ ટીમના 4 સભ્યોના મોત, ફસાયેલા 13 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી(Uttarkashi) પાસે આવેલા સહસ્ત્ર તાલ (Sahastra tal)જઈ રહેલી 22 સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારને ટીમના ચાર સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે 13 અન્ય લોકો ફસાયેલા છે. ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે વહીવટીતંત્રે જમીન અને હવાઈ માર્ગે બચાવ કામગીરી(Rescue operation) શરૂ કરી છે.

રાજ્ય સરકારે જણાવ્યા મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે SDRF મુખ્યાલયને તાત્કાલિક બચાવ ટીમો મોકલવા વિનંતી કરી છે અને સ્થાનિક બચાવ ટીમોને સ્થળ પર પહોંચવા સૂચના આપી છે. તેમણે ટ્રેકર્સને બચાવવા અને મૃતકોના મૃતદેહોને બહાર લાવવા માટે એરફોર્સની મદદથી કામગીરીની પણ વિનંતી કરી છે.

ઉત્તરકાશી અને ટિહરી ગઢવાલ પોલીસ વિભાગો, તેમજ નેહરુ માઉન્ટનરીંગ ઇન્સ્ટીટયુટ અને ITBP ના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરાત કરી કે બચાવકર્તાઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ, જેમાં પોલીસ, એસડીઆરએફના જવાનો અને ટ્રેક રૂટથી પરિચિત સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, બુધવારે વહેલી સવારે સ્થળ માટે રવાના થશે.

હિમાલયન વ્યૂ ટ્રેકિંગ એજન્સીન જણાવ્યા મુજબ 29 મેના રોજ, 22 સભ્યોની ટીમ મલ્લ-સિલ્લા-કુશકલ્યાણ-સહસ્ત્રતલ ટ્રેક પર નીકળી હતી, જેમાં કર્ણાટકના 18 સભ્યો, મહારાષ્ટ્રના એક અને ત્રણ સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, આ ટીમ 7 જૂન સુધીમાં પરત ફરવાની હતી.

જો કે, સોમવારે છેલ્લા પડાવથી સહસ્ત્ર તાલ નજીક પહોંચતી વખતે ખરાબ હવામાનને કારણે ટીમ રસ્તો ભટકી ગઈ. એજન્સીએ ચાર સભ્યોના મૃત્યુની પુષ્ટિ કરી અને ફસાયેલા 13 ટ્રેકર્સને તાત્કાલિક બચાવની વિનંતી કરી.

ટ્રેકિંગ એસોસિએશને સિલ્લાના સ્થાનિક ગ્રામજનોને સ્થળ પર મદદ કરવા માટે વ્યવસ્થા કરી છે, અને તેહરી જિલ્લામાંથી પોલીસ અને વન વિભાગોને બચાવ પ્રયાસોમાં જોડાવા અરજી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button