છત્તીસગઢમાં ₹6.60 કરોડની રોકડ સાથે 4 ગુજરાતીઓ ઝડપાયા, હવાલાનો કારોબાર હોવાની આશંકા | મુંબઈ સમાચાર
નેશનલ

છત્તીસગઢમાં ₹6.60 કરોડની રોકડ સાથે 4 ગુજરાતીઓ ઝડપાયા, હવાલાનો કારોબાર હોવાની આશંકા

રાયપુર: છત્તીસગઢના કુમ્હારી ટોલ પ્લાઝા નજીક દુર્ગ પોલીસે શનિવારે મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનની બે સ્કોર્પિયો કારમાંથી ₹6.60 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. છત્તીસગઢ પોલીસને રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ ગુપ્ત બાતમી મળી હતી કે કાર મારફતે મોટી માત્રામાં રોકડની હેરફેર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે કુમ્હારી ટોલ પ્લાઝા પર વોચ ગોઠવીને તમામ વાહનોની તપાસ શરૂ કરી હતી. જો કે આ દરમિયાન પોલીસ ગુજરાતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

મળતી વિગતો અનુસાર, પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે સવારે લગભગ 7:30 થી 8 વાગ્યાની આસપાસ રાયપુર તરફથી આવતી મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનની બે સ્કોર્પિયો કારને રોકવામાં આવીને તેની તપાસ કરવામાં આવી હતી, આ દરમિયાન પોલીસને બંને ગાડીઓની સીટ નીચેથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. પહેલી ગાડીમાંથી ₹3.60 કરોડ અને બીજી ગાડીમાંથી ₹3 કરોડ મળી આવ્યા હતા.

ગુજરાતથી રાયપુર ગયા હતા આરોપીઓ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ચાર આરોપીઓ ગુજરાતના રહેવાસી છે. તેઓ શુક્રવારે બપોરે અથવા સાંજે ગુજરાતથી રાયપુર પહોંચ્યા હતા અને હવે આ બંને ગાડીઓ રાયપુરથી ગુજરાતના સુરત જઈ રહી હતી. પોલીસનું માનવું છે કે આ રકમ હવાલાના કાળા કારોબાર સાથે જોડાયેલી છે. પોલીસે જપ્ત કરાયેલી રકમ અંગે વધુ કાર્યવાહી માટે આવકવેરા વિભાગને જાણ કરી છે અને આ મામલે તપાસ ચાલુ છે.તપાસ દરમિયાન પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી છે. તેમના મોબાઈલ ફોનમાંથી પણ વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…છત્તીસગઢમાં એક કરોડના ઇનામી નક્સલી સહિત 10 નક્સલીઓ ઠાર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button