નેશનલ

સારવારમાં બેદરકારીના આરોપમાં 7 વર્ષ બાદ 4 ડોક્ટરની ધરપકડ….

બિલાસપુરઃ છત્તીસગઢ પોલીસે શનિવારે એક ખાનગી હોસ્પિટલમાં 29 વર્ષીય યુવકના મોતના કેસમાં સાત વર્ષ બાદ કથિત બેદરકારી બદલ ચાર વરિષ્ઠ ડોક્ટરોની ધરપકડ કરી છે. જોકે, બાદમાં તેમને જામીન મળી ગયા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એપોલો હોસ્પિટલમાં બિલાસપુરના એક યુવકના મૃત્યુના સાત વર્ષ બાદ પોલીસે સારવારમાં બેદરકારી અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં અપોલો હોસ્પિટલના ચાર વરિષ્ઠ ડૉક્ટરોની ધરપકડ 29 ડિસેમ્બરના રોજ કરી હતી. આ ઉપરાંત આ ઘટનામાં હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 26 ડિસેમ્બર 2016ના રોજ પોલીસને બિલાસપુરની અપોલો હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે શહેરના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી ગોલ્ડી ઉર્ફે ગુરવીન છાબરા (29)નું ઝેર પીને હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.


માહિતી મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. પરંતુ પોલીસ પાસે કોઈ પુરાવા નહોતા આથી કોઈની પણ ધરપકડ કરવી શક્ય નહોતી. જો કે કેસની તપાસ દરમિયાન મૃતક ગોલ્ડીના પરિવારજનોએ એપોલો હોસ્પિટલ મેનેજમેન્ટ અને સંબંધિત ડોક્ટરો પર બેદરકારી અને ખોટી સારવારનો આરોપ લગાવ્યો હતો અને આ અંગે કેસ નોંધ્યો હતો. પરિવારના સભ્યોતે સમયે ફરિયાદ નોંધાવી ત્યારબાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ બિલાસપુરના છત્તીસગઢ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SIMS)માં કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં એ વાત જાણવા મળી કે યુવકે ઝેર પીધું હતું પરંતુ તેને યોગ્ય સારવાર મળી નહોતી.

મૃતકના પિતા પરમજીત સિંહ છાબરાએ ડોકટરો સામે કાર્યવાહી કરવા અને તેમના લાઇસન્સ રદ કરવાની માંગ કરી હતી. જો કે પોલીસે આઈપીસીની કલમ 304 (A), 201 અને 34 હેઠળ એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button