નેશનલ

પોરબંદરના દરિયામાંથી ૩૩૦૦ કિલો ડ્રગ્સ પકડાયું

સંયુક્ત કાર્યવાહી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) સાથે સંયુક્ત કાર્યવાહી કરી જહાજમાંથી જપ્ત કરેલા ૩૩૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત ચરસ, ૧૫૮ કિલોગ્રામ મેથામ્ફેટામાઈન, પચીસ કિલોગ્રામ મોર્ફિન દર્શાવી રહેલા ભારતીય નૌકાદળના અધિકારીઓ. (એજન્સી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. પોરબંદરના દરિયાકિનારેથી વધુ એક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એનસીબી અને ઇન્ડિયન નેવીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અલગ-અલગ પ્રકારના ૩૩૦૦ કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડયો હતો. આ ડ્રગ્સની કિંમત રૂ. ૧૦૦૦ કરોડથી વધુનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી.

ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઊતરેલા રૂ. ૩૫૦ કરોડના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે ત્યાં મંગળવારે મોડી રાત્રે ચોક્કસ બાતનીના આધારે પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા હતા. તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી કુલ ૩૩૦૦ કિલો ડ્રગ્સમાં ૩૦૮૯ કિલો ચરસ છે જેની એક કિલોના આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. સાત કરોડ જેટલી ગણાય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં પકડાયેલા ડ્રગ્સમાં આ જથ્થો સૌથી વધુ હોવાનું એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું. આ જથ્થો જપ્ત કરાવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે એક હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે અને પાંચેય લોકો પાકિસ્તાનના હોવાનું તેમજ બોટ પણ ઇરાની અથવા તો પાકિસ્તાની હોવાનું ખૂલ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પાંચ દિવસ અગાઉ જ વેરાવળ બંદરેથી ૩૫૦ કરોડોના હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં ૫૦ કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો. આ સાથે નવ ખલાસીની ધરપકડ પણ કરાઈ હતી. આ જથ્થો મધ્યરાત્રિના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત સાત કરોડ છે. જેથી ૫૦ કિલો હેરોઇનની કુલ કિંમત ૩૫૦ કરોડ જેટલી થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ