નેશનલ

અધીર રંજન સહિત 33 સાંસદ લોકસભાના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિરોધ પક્ષો આક્રમકતા છોડવાના મૂડમાં નથી. આજે પણ વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં વિરોધ પક્ષના સાંસદો હંગામો મચાવી રહ્યા હતા. આખરે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી પાર્ટીના સાંસદો સામે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ કુલ 31 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે.

સંસદની સુરક્ષામાં ક્ષતિઓ પર તાત્કાલિક ચર્ચા કરવાની વિપક્ષોની માગને સ્પીકરે ફગાવી દીધી હતી. આને લઇને રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી 11.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં જ વિપક્ષે ફરી હંગામો શરૂ કર્યો હતો. તે પછી અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
દરમિયાન, સરકારે 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટને બદલવા માટે સોમવારે લોકસભામાં ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023 રજૂ કર્યું હતું. સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને લોકસભામાં વિપક્ષી સભ્યોના જોરદાર હોબાળા વચ્ચે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા સરકાર એક નવો ટેલિકોમ્યુનિકેશન કાયદો ઘડવાની દરખાસ્ત કરી રહી છે, જે ટેલિગ્રાફ એક્ટ, 1885નું સ્થાન લેશે. આ બિલને કેબિનેટે ઓગસ્ટમાં મંજૂરી આપી હતી.


દરમિયાન વિપક્ષોએ ફરી હંગામો મચાવ્યો હતો કે વડાપ્રધાન અને કૃષિ પ્રધાન ગૃહમાં આવે અને સમજાવે કે સંસદની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. સંસદની સુરક્ષામાં ક્ષતિઓ એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તેમણે માગણી કરી હતી કે ગૃહ પ્રધાને ગૃહમાં આવીને નિવેદન આપવું પડશે કે સુરક્ષામાં ક્ષતિ કેમ અને કેવી રીતે થઈ?


વિપક્ષોના હોબાળા પર પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ રામ કૃપાલ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો નથી. તેઓ ચૂંટણીમાં બનેલી સ્થિતિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકસભામાં જે પણ થાય છે તે સ્પીકરના નિયંત્રણમાં છે. આને ગૃહ પ્રધાન સાથે કોઈ લેવાદેવા નથી, જો ગૃહ પ્રધાન આવશે તો તેઓ તેમની ઈચ્છા મુજબ આવશે અને વિપક્ષના કહેવા પર નહીં આવે.


ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વિપક્ષના કુલ 47 (46 લોકસભા, 1-રાજ્યસભા, અગાઉ 13 સાસંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.) સાંસદને સંપૂર્ણ શીતકાલીન સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker