નેશનલ

કર્ણાટકમાં 33 ગ્રામ પંચાયતે લીધો પ્રેરણાદાયી નિર્ણય: પરીક્ષા ટાણે સાંજે 2 કલાક મોબાઈલ-ટીવી પર બ્રેક!

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘ડિજિટલ ફાસ્ટિંગ’નો લીધો મહત્ત્વનો નિર્ણય

બેંગલુરુ: આજની પેઢીમાં મોબાઈલ બાળકોમાં એક દૂષણ બની ગયું છે. આ મોબાઈલનું દૂષણ બાળકના અભ્યાસમાં એક મોટો અવરોધ બની ગયું છે. ત્યારે આ દૂષણને અવરોધ બનતો અટકાવવા માટે કર્ણાટકની એક નહીં પણ 33 જેટલી ગ્રામ પંચાયતોએ એક એવો નિર્ણય લીધો છે, જે મુજબ હવે ગામમાં ભણતરનો માહોલ બની રહે તે માટે અમુક સમય મુજબ દિવસમાં બે કલાક દરમિયાન ટેલિવિઝન, મોબાઈલ સહિતનો ઉપયોગ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, કર્ણાટકના હાવેરી જિલ્લામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુધારવા માટે એક અત્યંત પ્રેરણાદાયી અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. પરીક્ષાઓના નજીક આવતા સમયને ધ્યાનમાં રાખીને, અહીંની ગ્રામ પંચાયતોએ સામૂહિક રીતે દરરોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ગામના તમામ ઘરોમાં મોબાઈલ ફોન અને ટેલિવિઝન ફરજિયાતપણે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ વિક્ષેપોથી દૂર રાખી અભ્યાસ માટે શાંત અને એકાગ્ર વાતાવરણ પૂરું પાડવાનો છે.

આ આદેશને માત્ર કાગળ પર મર્યાદિત રાખવાને બદલે, તંત્ર દ્વારા તેને અસરકારક રીતે લાગુ કરવા માટે પૌરાણિક પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. હાવેરી તાલુકાની તમામ 33 ગ્રામ પંચાયતોના વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગામડે-ગામડે જઈને ‘ઢોલ વગાડીને’ જાહેરમાં આ અંગેની જાહેરાત કરે.

દસમા ધોરણની અને અન્ય વર્ગોની વાર્ષિક પરીક્ષાઓ જ્યારે ખૂબ જ નજીક છે, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયા અને ટીવીના કાર્યક્રમોમાં કલાકો સુધી વ્યસ્ત રહેતા જોવા મળે છે. આ ગંભીર સમસ્યાને નાબૂદ કરવા માટે આ ‘ડિજિટલ ફાસ્ટિંગ’નો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

આપણ વાંચો:  મમતાએ ભાવ ન આપતા બંગાળમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે! કેવા છે રાજ્યમાં કોંગ્રેસના હાલ જાણો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button