નેશનલ

ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર બાદ ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ કરાયા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂરના પગલે દેશના 32 એરપોર્ટને બંધ કરવામાં આવ્યા હતા. જેમાં 10 મેના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા સીઝફાયરના નિર્ણય બાદ આ એરપોર્ટને ફરી ખોલવામાં આવ્યા છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ ઓથીરિટીએ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટ ખોલવા માટે એરમેનને નોટમ જાહેર કર્યો છે.

ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી

આ એરપોર્ટમાં અધમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગાગલ), કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી (ભુંતર), લેહ, લુધિયાણા, પટિયાલા,પઠાણકોટ અને પોરબંદર, રાજકોટ , સરસાવા, સિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 200થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને હવાઈ ઉડ્ડયનને અસર થઈ છે.

તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત અને રવિવારના રોજ નિયંત્રણ રેખા પર મોટાભાગે શાંતિપૂર્ણ પરિસ્થિતિ બાદ એરપોર્ટ ઓથીરિટીએ 32 એરપોર્ટ ફરીથી ખોલવા અંગે નોટિસ જાહેર કરી છે. એઆઇએ જણાવ્યું હતું કે, “આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરલાઇન્સ સાથે સીધા જ ફ્લાઇટ સ્ટેટસ તપાસે અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન વેબસાઇટ્સનું નિરીક્ષણ કરે.

આપણ વાંચો:  ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ મહાબંદર કંડલા ફરી ધમધમ્યું: એરપોર્ટ હજુ પણ બંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button