નેશનલ

માલી બસ દુર્ઘટનામાં ૩૧નાં મોત

ગમખ્વાર અકસ્માત:આફ્રિકાના માલીમાં આવેલા કેનીએબા શહેરથી બુર્કિના ફાસો જઈ રહેલી બસ પુલ પરથી બાગોએ નદીમાં ખાબકતાં ૩૧ જણ માર્યા ગયા હતા.

બમાકો : માલીના પશ્ર્ચિમના નગર કેનિએબાની નજીક એક બસ પુલ પરથી નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૩૧ જણના મરણ થયા હતા, એવી માહિતી પરિવહન મંત્રાલયે આપી હતી. અકસ્માત સ્થાનિક સમય મુજબ સાંજના પાંચ વાગ્યે બન્યો ત્યારે બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. પશ્ર્ચિમ આફ્રિકાના પેટાવિસ્તારના અને માલીના નાગરિકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પર નિયંત્રણ ગૂમાવ્યું તેનાં કારણે આ અકસ્માત થયો હતો. પશ્ર્ચિમ આફ્રિકામાં રોડ અકસ્માતો વારંવાર થાય છે, જ્યાં જાહેર પરિવહન પર વધુ પડતો બોજો છે અને એનું નિયમન કંગાળ છે.

આ ખંડ પાસે વિશ્ર્વના વાહનોના બે ટકા હોવા છતાં આખા વિશ્ર્વના વાહન અકસ્માતને કારણે થતાં મૃત્યુના ૨૫ ટકા આફ્રિકામાં થાય છે, એવી માહિતી ૨૦૨૩ના સંયુક્ત રાષ્ટ્રસંઘના ડેટામાં અપાઈ હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button