
અમદાવાદઃ હરિયાણાના સિરસામાં ભારત માલા ફોરલેન પર આજે સવારે ગુજરાત પોલીસની ગાડી રોડ પર ઉભેલા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે.
આ પણ વાંચો…ભૂપેશ બઘેલના ઘરે CBI ના દરોડા, પૂર્વ મુખ્ય પ્રધાને ટાઈમિંગ પર ઉઠાવ્યા સવાલ…
ડબવાલી પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ સુનીલ કુમાર અને પ્રકાશ ભારત સાથે થઈ હતી. જ્યારે એકની ઓળખ નથી થઈ શકી. દુર્ઘટનામાં પીએસઆઈ જયેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ છે. તેઓ શું કામ અહીં આવ્યા હતા અને ક્યાં જતા હતા તેને લઈ કોઈ જાણકારી નથી.
અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ અર્થે પંજાબ જઇ રહી હતી તે દરમિયાન રસ્તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.