નેશનલ
26મી ડિસેમ્બરના છે વર્ષની છેલ્લી એકાદશી, આ એક કામ કરી લો મા લક્ષ્મી થશે પ્રસન્ન…

2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2025નું નવું નક્કોર વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. વાત કરીએ આ વર્ષની છેલ્લી એકાદશીની તો તે 26મી ડિસેમ્બરના પડી રહી છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશીને સફલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુંબઈના જ એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષ મા લક્ષ્મીની કૃપા પામવાનો આ અંતિમ મોકો છે. ધનધાન્યમાં વૃદ્ધિ કરવા માટે આ દિવસે કેટલાક ઉપાય ચોક્કસ કરવા જોઈએ, જેથી મા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાં ધન-ધાન્યની રેલમછેલ રહે છે. ચાલો આજે અમે તમને અહીં આવા જ ઉપાયો વિશે જણાવીએ-
Also Read – ઘર- પરિવાર અને બિઝનેસમાં સમૃદ્ધિ ખેંચીને લાવશે ઘરમાં રાખેલી આ એક મૂર્તિ…
- વર્ષની અંતિમ એકદશીના દિવસે એક બાજઠ પર લાલ કપડું બિછાવીને તેના પર મા લક્ષ્મીની એક મૂર્તિ રાખો અને તેની સામે શ્રીયંત્ર મૂકો. મા લક્ષ્મીને કંકુ, ચોખા, ફૂલ અને પીળી મીઠાઈનો ભોગ લગાવીને તેમના આઠ સ્વરૂપનું સ્મરણ કરો. આવું કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.
- વર્ષની અંતિમ એકાદશી પર આખો દિવસ મા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરો. ઓમ આદ્યલક્ષમ્યે નમઃ, ઓમ વિદ્યાલક્ષમ્યે નમઃ, અને ઓમ અમૃતલક્ષમ્યે નમઃનો જાપ કરવો જોઈએ છે.
- જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર લક્ષ્મીજીના આ મંત્રોમાં એટલી શક્તિ છે કે કોઈ પણ દૈહિક, દૈવિક કે ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.
- શ્રી સફલા એકાદશીના દિવસે શ્રીસૂક્તનું પાઠ કરવાનું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. એનું પઠન કરીને મા લક્ષ્મીની ક્ષમા યાચના કરીને સુખ સંપન્નની પ્રાર્થના કરવી.
- ઘરના આંગણામાં રાખેલી તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવીને એની સામે ત્રણ પરિક્રમા કરીને સૌભાગ્યની કામના કરવી જોઈએ.