Lok Sabha Election 2024: નવી લોકસભામાં 24 Muslim સાંસદો, એક જેલમાંથી ચૂંટણી જીત્યા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) દેશની ચૂંટણીમાં 24 મુસ્લિમ (Muslim)સાંસદોએ જીત મેળવી છે. આ 24 સાંસદોમાંથી 21 વિરોધ પક્ષના છે. કોંગ્રેસના 9 મુસ્લિમ સાંસદ છે. તેની બાદ ટીએમસીના 5, સમાજવાદી પાર્ટીના 4, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના બે અને નેશનલ કોન્ફરન્સના એક સાંસદ છે.
એનડીએ પાસે એક પણ મુસ્લિમ સાંસદ નથી
જ્યારે AIMIM ના મુસ્લિમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે આ ઉપરાંત બે અન્ય મુસ્લિમ પણ છે જેઓ અપક્ષ જીત્યા છે. તેમાં બારામુલાથી એન્જિનિયર રાશિદ અને લદ્દાખમાંથી મોહમ્મદ હનીફા સિવાય સત્તારૂઢ એનડીએ પાસે એક પણ મુસ્લિમ સાંસદ નથી.
Read More: મોદી સરકાર 3.0ની તૈયારી, કેબીનેટમાં કોને મળી શકે છે સ્થાન? સસ્પેન્સ ઘેરાયું
1980માં 49 મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા
લોકસભાના કુલ સંખ્યાબળમાં મુસ્લિમોનો હિસ્સો માત્ર 4.42 ટકા છે. આ અત્યાર સુધીની બીજી સૌથી ઓછી હિસ્સેદારી છે. વર્ષ 1980માં રેકોર્ડ 49 મુસ્લિમ સાંસદો ચૂંટાયા બાદ વર્ષ 1984માં 45 મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા. તેની બાદ લોકસભામાં મુસ્લિમોની સંખ્યા 40થી ઉપર ગઈ નથી.
11 મુખ્ય પક્ષોએ કુલ 82 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી
છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ સાંસદોનું પ્રમાણ 5 ટકાથી નીચે રહ્યું છે. જ્યારે 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 14 ટકા છે. મુખ્ય પક્ષોમાં વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે ઓછા મુસ્લિમો મેદાનમાં હતા. 11 મુખ્ય પક્ષોએ કુલ 82 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જ્યારે 2019માં આ પક્ષોએ 115 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 16 જીત્યા હતા.
2019માં 19 મુસ્લિમ સાંસદો જીત્યા હતા
વર્ષ 2019 અને 2024માં ભાજપે આ 65 મતવિસ્તારોમાં અનુક્રમે 25 અને 20 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2019માં 12 બેઠકો અને 2024માં 13 બેઠકો જીતી હતી. ત્યારબાદ TMC 10 અને 12 અને SPને 3 અને 8 બેઠકો મળી હતી. 2019 માં આ 65 મતવિસ્તારોમાંથી ફક્ત 19 જ મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા. આ વર્ષે આ આંકડો 22 છે.
Read More: ‘EVMને આરામ કરવા દો…આગામી ચૂંટણીઓમાં ફરી ટીકા કરજો’ ઈલેક્શન કમિશનરે આવું કેમ કહ્યું
બે મુસ્લિમ સાંસદો એવા મતવિસ્તારમાંથી ચૂંટાયા જ્યાં મુસ્લિમોની વસ્તી એક ચતુર્થાંશ કરતાં ઓછી છે. તેઓ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી SPના અફઝલ અંસારી (10.17 ટકા મુસ્લિમ વસ્તી) અને તમિલનાડુના રામનાથપુરમથી IUMLના નવસકાની કે (11.84 ટકા મુસ્લિમ વસ્તી) જે વર્ષ 2019માં એક ચતુર્થાંશથી ઓછી મુસ્લિમ વસ્તી ધરાવતા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા