નાંદેડની હોસ્પિટલમાં ચાલી રહેલ રાજકીય સ્પર્ધાએ લીધો 20 બાળકો જીવ?
નાદેડ: નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીનું મૃત્યુ થયું છે. જેમાં દવાઓ અને સારવાર ન મળતાં 20 જેટલાં બાળકોનું મૃત્યુ થયું છે. ત્યારે હવે આ મુદ્દે વિરોધીઓ એ સરકાર પર આક્ષેપો કર્યા છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવાઓ કેમ મળતી નથી એ અંગે હવે નવી વાત જાણવા મળી છે.
મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડીન પદ માટે ચાલી રહેલ રાજકીય સ્પર્ધાને કારણે આ પરિસ્થિતી ઉભી થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મેડિકલ કોલેજના ડિન દિલીપ મ્હસ્કર 12 વર્ષ જુનિયર હોવા છતાં તેમને મુંબઇમાં સંચાલક તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી. જ્યારે નાંદેડની મેડિકલ કોલેજનું સંચાલન ડોક્ટર વાકોડેને સોંપવામાં આવ્યું. ત્યારે ડો. નાકોડેને અધિકાર ન હાવોથી તેમણે દવાઓ ખરીદી નહતી તેવી ચર્ચા થઇ રહી છે.
રાજ્યમાં મેડિકલ એજ્યુકેશનના સંચાલક પદને લઇને રાજકીય અને પ્રશાસકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. જેને કારણે મેડિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અસંતુલન થઇ રહ્યું છે. મેડિકલ એજ્યુકેશનના સંચાલકના પદ ખાલી હતાં. એ પદની જવાબદારી એડિશનલ ડાયરેક્ટર તરીકે ડો. ચંદનવાલે પાસે હતી. જોકે તેમને સાઇડ લાઇન કરવામાં આવ્યા હતાં.
તેમના સમકક્ષ જેજેના ડિન પલ્લવી સાપળે, ડો. સંજય ઠાકરે, ડો. નંદકર અથવા ડો. મનિષ વરણેની આ પદ પર નિમણૂંક થવી જોઇતી હતી. જોકે આ બધાને બાજુએ મૂકીને આ પદ પર બાર વર્ષ જુનિયર એવા નાંદેડ મેડિકલ કોલેજના ડીન ડો. દિલીપ મ્હસકરની હંગામી ધોરણે આ પદ પર નિમણૂંક કરવામાં આવી હતી.
મ્હસકરે તરત જ નાંદેડનો ચાર્જ છોડ્યો અને મુંબઇમાં દાખલ થયા. મ્હસકરની જગ્યાએ નાંદેડની મેડિકલ કોલેજમાં ડીન તરીકે ડો. વાકોડેની નિમણૂંત કરવામાં આવી હતી. નાકોડે આ પદને લઇને નારાજ હતાં છતાં તેમને હંગામી ધોરણે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે રાજકારણ અને પ્રશાસનની દોડ અને સ્પર્ધામાં 20 માસુમોએ જીવ ગુમાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.