નેશનલ

નાગપુરની હૉસ્પિટલમાં 24 કલાકમાં 23નાં મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરસ્થિત બે સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 23 દરદીનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું.

નાગપુરની એક સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 14 દરદીનાં તો અન્ય એક સરકારી હૉસ્પિટલમાં નવ દરદીનાં મોત થયાં હોવાનું તેમણે કહ્યું હતું. નાંદેડસ્થિત
ડૉ. શંકરરાવ ચવ્હાણ ગવર્નમેન્ટ મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં 30 સપ્ટેમ્બર અને બે ઑક્ટોબર દરમિયાન 48 કલાકમાં 31 દરદીનાં અને છત્રપતિ સંભાજીનગરસ્થિત સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 18 દરદીનાં મોત થયાં હોવા વચ્ચે નાગપુરસ્થિત બે સરકારી હૉસ્પિટલ દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા.

બુધવારે સવારે આઠ વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં નાગપુરસ્થિત ગવર્નમેન્ટ મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં 14 દરદીનાં મોત થયાં હોવાનું વહીવટકર્તાઓએ જણાવ્યું હતું.
ગવર્નમેન્ટ મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના ડીન ડૉ. રાજ ગજબિયાએ કહ્યું હતું કે 1900 બૅડની ક્ષમતા ધરાવતી આ હૉસ્પિટલમાં દૈનિક સરેરાશ 10થી 12 દરદીનાં મોત થાય છે.
મૃત્યુ પામનારાંઓમાં મોટા ભાગના છેલ્લી ઘડીએ સારવારાર્થે દાખલ કરવામાં આવેલા તેમ જ જેમને આઈસીયુમાં રાખવાની જરૂર પડે તેવા દરદીઓનો સમાવેશ થાય છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અતિ ગંભીર હાલતમાં આ દરદીઓને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હોય છે.

મધ્ય ભારતના વિવિધ વિસ્તારમાંથી આ દરદીઓને સારવારાર્થે અહીં લાવવામાં આવે છે.

એ જ પ્રમાણે ઈંદિરા ગાંધી ગવર્નમેન્ટ મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં 24 કલાકમાં નવ દરદીનાં મોત થયાં હોવાનું વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

મૃત્યુ પામેલાં દરદીઓમાંથી મોટા ભાગનાને અતિ ગંભીર હાલતમાં સારવારાર્થે આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં વેન્ટિલેટરની જરૂરિયાત ધરાવતા દરદીઓનો પણ સમાવેશ થતો હતો, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ વિદર્ભ વિસ્તારમાંથી આ દરદીઓને સારવાર માટે આ હૉસ્પિટલમાં લાવવામાં આવે છે.

800 બૅડની ક્ષમતા ધરાવતી આ હૉસ્પિટલમાં દૈનિક સરેરાશ છ દરદીનાં મોત થાય છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હૉસ્પિટલમાં જીવનાવશ્યક દવાઓ અને આધુનિક ઉપકરણો સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker