૨૦,000 કરોડના Bank Loan Fraud કેસ: દિલ્હી, મુંબઇ અને નાગપુરમાં EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આજે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુની કથિત બેંક લોન છેતરપિંડી કરવાના (Bank Loan Fraud Case) આરોપમાં એક કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હી-એનસીઆર, મુંબઇ અને નાગપુરમાં લગભગ ૩૫ જગ્યાઓની તપાસ કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને અન્ય સહિત એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટરોને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આજે સવારથી દિલ્હી, ગુરૂગ્રામ, નોઇડા, મુંબઇ અને નાગપુરમાં લગભગ ૩૫ બિઝનેસ અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે આ તપાસ એમ્ટેક ગ્રુપના એક યુનિટ એસીઆઇએલ લિમિટેડ વિરુદ્ધ સીબીઆઇ એફઆઇઆરથી ઉદભવી છે.
આ પણ વાંચો : Happy Birthday President: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જ એકાઉન્ટને ફોલો કરે છે, જાણો છો કોણ છે?
ઇડીના જણાવ્યા અનુસાર આનાથી સરકારી તિજોરીને અંદાજે ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વધુ લોન મેળવવા માટે જૂથે નકલી વેચાણ, મૂડી સંપતિ, દેવાદારો અને નફો દર્શાવ્યો હતો. જેથી કરીને તેને નોન-પર્ફોર્મિંગ એસેટ્સનું ટેગ ન મળે.
આ સાથે લિસ્ટેડ શેર્સમાં હેરાફેરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે શેલ કંપનીઓના નામે હજારો કરોડની મિલકતો બનાવવામાં આવી હતી અને હજુ પણ બેનામી ડિરેક્ટરો અને શેરધારકો દ્વારા નવા નામોથી નાણાં જમા કરવામાં આવી રહ્યા છે.