પાંચ દિવસ પછી અહીં નહીં ચાલે બે હજાર રૂપિયાની નોટઆ છે કારણ
સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો છએ અને બે હજારની નોટને અલવિદા, ટાટા, બાય.. બાય કરવાનો સમય પણ નજીક આવી રહ્યો છે. એવા સમયે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને 2000 રૂપિયાને લઈને નવી માહિતી આપી છે. ઈ-કોમર્સ જાયન્ટે કેશ ઓન ડિલિવરી સેવા પર રૂ. 2000ની નોટ સ્વીકારવા અંગે મોટું અપડેટ શેર કર્યું છે.
એમેઝોન કંપની હાલમાં તેના પ્રોડક્ટ્સની કેશ ઓન ડિલિવરી માટે બે હજાર રૂપિયાની નોટો સ્વીકારી રહી છે, પણ કંપનીએ જણાવ્યું છે કે 19 સપ્ટેમ્બરથી કેશ ઓન ડિલિવરી (COD) પેમેન્ટ્સ અને કેશલોડ માટે 2,000 રૂપિયાની નોટો રોકડ તરીકે સ્વીકારવામાં આવશે નહીં. એમેઝોને વધુમાં જણાવ્યું હતું કે જો ઉત્પાદન થર્ડ પાર્ટી કુરિયર પાર્ટનર દ્વારા ડિલિવરી કરવામાં આવે છે, તો 2000 રૂપિયાની નોટ સ્વીકારવામાં આવશે.
જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને નજીકની બેંક શાખામાંથી બદલી શકો છો. 19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી તેમજ આ નોટો બદલવા અથવા જમા કરાવવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારથી ઘણા લોકોએ બેંકોનો સંપર્ક કર્યો છે. તે પછી પણ અંદાજ મુજબ નોટો બેંકોમાં જમા થઈ નથી.
આરબીઆઈએ જણાવ્યું હતું કે ચલણમાં રહેલી રૂ. 2,000ની 50 ટકા નોટો ઉપાડવાની જાહેરાતના 20 દિવસની અંદર બેંકોને પરત કરવામાં આવી હતી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ચલણમાં રહેલી રૂ. 2,000ની 76 ટકા નોટો કાં તો બેંકોમાં જમા કરવામાં આવી છે અથવા બદલી કરવામાં આવી છે.