તમિળનાડુ ભાગદોડના મૃતકોને એક્ટર વિજય આપશે 20 લાખ, પણ સ્ટાલિને કહ્યું તે વધુ મહત્વનું | મુંબઈ સમાચાર
નેશનલ

તમિળનાડુ ભાગદોડના મૃતકોને એક્ટર વિજય આપશે 20 લાખ, પણ સ્ટાલિને કહ્યું તે વધુ મહત્વનું

કરુરઃ તમિળનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં મોતનો આંકડો 39 થયો છે. ખૂબ જ હૃદયદ્રાવક એવી આ ઘટનાએ સૌને નવરાત્રીના દિવસોમાં સ્તબ્ધ કરી દીધા છે. અભિનેતા-નેતા વિજયની રેલીમાં ક્ષમતા કરતા વધારે લોકો એકઠા થતા અને વિજય મોડા પડતા એકઠી થયેલી ભીડ બેકાબૂ બની અને ભાગદોડમાં 39 જિંદગીઓ ચગદાઈ ગઈ. ત્યારબાદ રાજ્ય સરકારે રૂ. 10 લાખનું વળતર જાહેર કર્યું હતું અને કેન્દ્ર સરકારે મૃતકોને બે લાખનું વળતર જાહેર કર્યું હતું. હવે વિજયે પોતે વ્યક્તિગત રીતે મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખની મદદ જાહેર કરી છે.

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે…

તમળિનાડુના ડી ઉધનયનિધિ સ્ટાલિને આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ મોટી ભૂલ થઈ છે અને આ એવી ભૂલ છે જેની ભરપાઈ થઈ શકે તેમ નથી. અમે સ્વાસ્થ્ય વિભાગને જણાવ્યું છે કે દરેક ઈજાગ્રસ્તને મદદ મળી રહે અને ભાગદોડને કારણે વધુ કોઈ મોત ન થાય. આ પ્રકારની ઘટના ફરી ન થાય તે માટે અમારી સરકાર જરૂરી પગલા લેશે. આ સાથે ઘટનાની તપાસ માટે રિટાર્યડ જજ અરૂણા જગદીશનને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આજે જ ઘટનાસ્થળે પહોંચશે અને તેમના અહેવાલ આધારે કાર્યવાહી થશે.

આપણ વાંચો:  ‘ભારત સ્વાભિમાની છે’, રશિયાના વિદેશ પ્રધાને આવું કેમ કહ્યું?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button