ઇન્ટરનેશનલનેશનલ

થાઇલેન્ડમાં નોકરીના બહાને 20 ભારતીયોને મ્યાનમારમાં બંધક બનાવાયા

થાઈલેન્ડમાં નોકરીની આશા રાખતા 20 ભારતીય નાગરિકો હવે મ્યાનમારમાં ગુલામ જેવું જીવન જીવવા મજબૂર છે અને ભારત પાછા ફરવા માંગે છે. તેઓ તેમની મુક્તિ માટે વિદેશ મંત્રાલય (MEA) પાસેથી મદદ માંગી રહ્યા છે. તેમના પરિવારના કેટલાક સભ્યોએ શુક્રવારે મીડિયાને આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેઓએ કૈરાનાના ભાજપના સાંસદ પ્રદીપ ચૌધરીને આ મુદ્દે જાણ કરી છે અને વિદેશ પ્રધાનને પત્ર પણ લખ્યો છે.

મળતી માહિતી અનુસાર, આમાંથી એક કામદારે કથિત રીતે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મ્યાનમારમાં તેમની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. વિડીયોમાં, એક માણસને કહેતા સાંભળી શકાય છે કે, “એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક છોકરીને માથામાં ગંભીર ઈજાઓ થઇ છે, આ લોકોને દુબઈના એજન્ટોએ લાલચ આપી હતી અને હવે તેઓને મ્યાનમાર મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં તેમનું દરરોજ નિર્દયતાથી શોષણ થાય છે.”


મળતી માહિતી અનુસાર 20 ભારતીયોમાંથી એક કુલદીપે 83 સેકન્ડના વીડિયોમાં કહ્યું હતું કે, ”અમારા પરિવારજનોએ વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે, છતાં હજુ સુધી કોઈ મદદ મળી નથી. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે, અને તેમની સાથે એક છોકરી પણ છે જેને માર મારવાને કારણે માથામાં ઈજા થઈ છે. હવે પછી અમારો વારો આવી શકે છે. તેઓ અમને મારી નાખશે કુલદીપે વધુમાં કહ્યું, ”અમને દિવસમાં 18 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે અને માત્ર બે વાટકી ચોખા આપવામાં આવે છે. જો અમે ના પાડીએ તો અમને મારવામાં આવે છે અને સજા તરીકે અમને 10 કિલોમીટર દોડવાની ફરજ પાડવામાં આવે છે. અમને બચાવવા માટે અમે વિદેશ મંત્રાલયને ભારપૂર્વક વિનંતી કરીએ છીએ.”

કુલદીપના ભાઈ રાહુલ કુમારે જણાવ્યું, ”કુલદીપે ગુપ્ત રીતે આ વીડિયો એક છુપાયેલા ફોનથી રેકોર્ડ કર્યો હતો. તે 22 એપ્રિલે સહારનપુરથી નીકળ્યો હતો અને પછી દિલ્હીથી બેંગકોક ગયો હતો. ત્યાંથી તેને બોર્ડરથી થોડે દૂર મે સોટ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેઓને આંખે પાટા બાંધીને મ્યાનમારના જંગલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારથી તેઓ ત્યાં ગુલામ જેવું જીવન જીવી રહ્યા છે.”

રાહુલ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, ”મારા ભાઈને અન્ય લોકો સાથે જે વાહનોમાં લઈ જવામાં આવ્યો હતો તે વાહનો લગભગ 5-6 કલાક સુધી સતત ફરતા રહ્યા, જેનાથી તેમને એવી છાપ મળી કે તેની કેદની જગ્યા એરપોર્ટથી લગભગ સો કિલોમીટર દૂર છે,પરંતુ એવું નથી. મે સોટ એરપોર્ટથી માત્ર 5 કિમી દૂર આવેલો આ માયાવાડી વિસ્તાર મ્યાનમારમાં જ છે. હવે તેમને બંધક બનાવનાર મ્યાનમારની કંપનીનું કહેવું છે કે તેઓએ ભારતીયોને 7,500 ડોલરમાં ખરીદ્યા છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?