
શ્રીનગરઃ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેના સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલઓસી પાસે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. આ વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે.
સેનાના ઓપરેશનમાં હાલમાં તો કોઇ જવાનને ઇજા થઇ હોવાના સમાચાર મળ્યા નથી. આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઑપરેશન હજી ચાલુ છે, જેમાં વધુ આતંકવાદી પકડાઇ શકે છે. હાલમાં કેટલા આતંકવાદી અહીંથી અંદર ઘુસ્યા છે અને આતંકવાદીઓ પાસે શું હથિયારો છે જેવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.