નેશનલ

ઝાંસી અગ્નિકાંડમાં વધુ 2 બાળકોના મોત, 17 પર પહોંચ્યો મૃત્યુઆંક

Jhansi Fire Incident: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ કૉલેજ અગ્નિકાંડમાં બચાવવામાં આવેલા વધુ બે નવજાત બાળકોના મોત થયા છે. જેની સાથે મૃતકોની સંખ્યા 17 પર પહોંચી છે. ઘટનાના દિવસે જ 10 બાળકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હતા. જે બાદ આઠ દિવસમાં સાત બાળકો દમ તોડી ચૂક્યા છે. ઘટનામાં બચાવવામાં આવેલા 39 બાળકોમાંથી 28ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 2 બાળકોની મેડિકલ કૉલેજમાં અને 2 બાળકોની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસો જેણે ખોલી પ્રશાસનની પોલ…

ઘટના સમયે કેટલા બાળકો હતો વોર્ડમાં

ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICUમાં 15 નવેમ્બરની રાત્રે થયેલી ભીષણ અગ્નિકાંડના સમયે 49 નવજાત બાળકોની સારવાર ચાલતી હતી. અગ્નિકાંડમાં 10 બાળકોના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 39 બાળકોને બચાવવામાં આવ્યા હતા.

તપાસ સમિતિએ શુંઆપ્યો રિપોર્ટ

અગ્નિકાંડની ઘટનાની તપાસ અને દોષિતોની ઓળખ કરવા બનાવવામાં આવેલી 3 અલગ અલગ સભ્યોની તપાસ સમિતિએ હજુ સુધી ઘટનાના જવાબદાર લોકોના નામ ઉજાગર કર્યા નથી. કમિશ્નરની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી તપાસ સમિતિએ શોર્ટ સર્કિટની ઘટનાને કારણભૂત ગણાવી હતી અને કોઈને દોષિ માન્યા નહોતા. ડીજીએમઈ ડો. કિંજલ સિંહની અધ્યક્ષતામાં શાસનની 4 સભ્યોની તપાસ ટીમે રિપોર્ટ તૈયાર કરીને સોંપી દીધો છે.

આ મામલે સામાજિક સંગઠન અને વિપક્ષી દળ સતત દોષિતોને ઓળખીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને સાંસદ તનુજ પુનિયાએ આજે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ઘટનામાં મૃતક તથા ઘાયલ બાળકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button