ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

રશિયા-યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા 2 ભારતીય નાગરિક, રશિયન સેનામાં ભરતી થયા હતા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિકો યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા હતા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ મામલો નવી દિલ્હીમાં રશિયન રાજદૂત અને મોસ્કોમાં રશિયન સત્તાવાળાઓ સાથે રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોની વહેલા મુક્તિ અને પરત આવવા માટે મજબૂતીથી ઉઠાવ્યો છે. ‘ વિદેશ મંત્રીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતે રશિયન સેના દ્વારા ભારતીય નાગરિકોની વધુ ભરતી રોકવાની પણ માંગ કરી છે.

વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારતીય નાગરિકોને રશિયામાં રોજગારની તકો શોધતી વખતે સાવચેત રહેવાની વિનંતી કરી છે. માર્ચમાં, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને રશિયન સૈન્ય એકમોમાં જીવન જોખમી નોકરીઓ કરવાનું ટાળવા સૂચના આપી હતી. હવે ફરી એક વાર સાવચેતી રાખવાની આ સૂચના રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા બે ભારતીય નાગરિકના મૃત્યુ બાદ આપવામાં આવી છે. એક સાપ્તાહિક બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રશિયન સૈન્યમાં સહાયક નોકરીઓ માટે એજન્ટો દ્વારા કરવામાં આવેલી ઓફરોથી “ગેરમાર્ગે” ન દોરાય. આ ખતરનાક અને જીવલેણ હોઈ શકે છે.

તાજેતરમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસમાં ખુલાસો થયો હતો કે ડઝનબંધ ભારતીયોને આકર્ષક નોકરીના નામે ફસાવીને રશિયા-યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. આ પછી, તપાસ એજન્સીએ યુવા ભારતીયોને વિદેશ મોકલવામાં સામેલ માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન કથિત રીતે નોકરીની છેતરપિંડીનો ભોગ બનેલા હૈદરાબાદના 30 વર્ષીય વ્યક્તિના મૃત્યુના એક દિવસ પછી આ તપાસ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો