નેશનલ

બેંગલુરુમાં HMPV ચીનથી આવ્યો ! જાણો કેન્દ્ર સરકારે નિવેદનમાં શું કહ્યું

નવી દિલ્હી: વર્ષ 2019માં ચીન બાદ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે કરોડો લોકોએ જીવ ગુમાવ્યા અને વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર પહોંચી હતી. ત્યાર બાદ ચીનમાં ફેલાયલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ને કરને દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે. ભારતમાં પણ આ વાયરસના બે કેસ નોંધાયા હોવાના અહેવાલ મળ્યા હતાં. હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકના બેંગલુરુમાં HMPV ના બે કેસની પુષ્ટિ કરી છે. ICMR એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રૂટીન સર્વેલન્સ દરમિયાન બે કેસ મળી આવ્યા હતાં. અહેવાલ મુજબ HMPVના બંને દર્દીઓ શિશુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં શ્વસન તંત્રને લગતી બિમારીઓ પર દેખરેખ રાખવાના ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે ICMRને HMPV કેસ મળી આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયની સ્પષ્ટતા:
સ્થિતિને સ્પષ્ટ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “HMPV ભારત સહિત વૈશ્વિક સ્તરે પહેલેથી જ પ્રસરી રહ્યો છે અને HMPV સાથે સંકળાયેલા શ્વસન સંબંધી બિમારીઓના કેસ વિવિધ દેશોમાં નોંધાયા છે. સર્વેલન્સ દરમિયાન નોંધાયેલા બે કેસોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી, એટલે કે આ કેસનો ચીનમાં ફેલાયેલા વાયરસ સાથે કોઈ કોઈ સંબંધ નથી.” સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનની સ્થિતિ પર નજર રાખવા માટે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની રચના કરી છે. ગ્રુપ WHO પાસેથી ચીનની સ્થિતિ અંગે સમયસર અપડેટ મેળવી રહ્યું છે.

Also read: શું ચીનમાં ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, જાણો.. ભારતને કેટલો ખતરો ?

રાજ્ય આરોગ્ય વિભાગનું નિવેદન:
અગાઉ, કર્ણાટકના આરોગ્ય વિભાગે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં HMPV કેસની પુષ્ટિ કરી હતી. ખાનગી હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે એમ પણ જણાવ્યં. હતું કે, શિશુ અને તેના પરિવારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી. ઉપરાંત, બાળકમાં કોઈ ચિંતાજનક લક્ષણો દેખાતા નથી. રાજ્ય સરકારના અધિકારીઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને બેંગલુરુમાં HMPV કેસ વિશે પણ જાણ કરી હતી અને ICMR અને અને કેન્દ્રીય મંત્રાલય બંને તરફથી વધુ માર્ગદર્શનની માંગ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button