શોકિંગ: નાશિકમાં ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ વખતે બે અગ્નિ વીર શહીદ
નાશિકઃ નાશિકથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. નાશિકમાં ભારતીય સેનાના બે અગ્નિવીરના મોત થયા છે.
મળતી માહિતી મુજબ તોપની અંદર ગોળો લોડ કરતી વખતે વિસ્ફોટ થતા અગ્નિવીર ગોહિલ સિંહ (20) અને સૈફત શીત ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે દેવલાલીને મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના શરીરમાં ઘૂસી ગયેલા ગોળીના ટુકડાથી તેમનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
| Read More: અખિલેશ યાદવની જાહેરાત, સરકારમાં આવતા ચોવીસ કલાકમાં Agniveer યોજના રદ કરીશું
નાસિકના દેવલાલી કેમ્પમાં ભારતીય સેનાના જવાનોને તાલીમ આપવામાં આવે છે. દેશમાં જ્યારથી અગ્નિવીર યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી જ આ યોજના હેઠળ અગ્નિવીરોને દેવલાલીમાં તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમિયાન અગ્નિવીરોને તોપના ગોળા લાવવાની અને એને તોપમાં ભરવાની તાલી માપવામાં આવી રહી હતી. તે સમયે અચાનક વિસ્ફોટ થતા બંને અગ્નિવીર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને જીવ બચાવી નહોતો શકાયો, આ કિસ્સાને કારણે સનસની મચી ગઈ છે અને પોલીસ તેમજ સેના આ ઘટનાની તપાસ કરી રહી છે.
| Read More: Agniveer Reservations: પૂર્વ અગ્નિવીરો માટે Good News, સીઆઈએસએફમાં 10% અનામત
અગ્નિવીરોને એક ટુકડી ગુરુવારે બપોરે નાસિકની નજીક આવેલી ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ માટે ગઈ હતી. તે સમયે તોપ નજીક એક ગોળી ફૂટી હતી જેના કારણે બોમ્બનો શેલ ઉડીને અગ્નિવીરોના શરીરમાં ઘૂસી ગયો હતો આ ઘટનામાં બે અગ્નિવીર શહીદ થયા છે અને એક અગ્નિવીર ઘાયલ થયો છે. સેનાની હોસ્પિટલમાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.