સ્વતંત્રતા દિવસઃ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રાલય 15 લાખ વાવશે

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભરમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બ્રહ્મોસ મિસાઇલની ખરીદી સાથે ભારતે ₹ ૩૯,૧૨૫ કરોડના 5 મોટા સંરક્ષણ સોદા કર્યા
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ વૃક્ષારોપણ અભિયાન ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો એક ભાગ છે અને સેનાના ત્રણેય અંગો અને ડીઆરડીઓ, સંરક્ષણ પીએસયુ, સીજીડીએ (કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ) દ્વારા તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. એનસીસી, સૈનિક શાળાઓ, ઓર્ડનન્સ ફેક્ટરીઓ જેવી તે સંલગ્ન સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આ અભિયાનની શરૂઆત કરી હતી અને ભારત અને વિશ્વભરના તમામ લોકોને તેમની માતાઓના સન્માનમાં એક વૃક્ષ વાવવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચો: Chinook chopper: ચિનૂક હેલિકોપ્ટરના મોડલ ગુમ થઇ ગયું! સંરક્ષણ મંત્રાલએ આપ્યો ખુલાસો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં જ આ અભિયાનમાં ભાગ લીધો હતો અને પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવ્યું હતું. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેમણે લોકોને પ્રકૃતિની રક્ષા માટે આ અભિયાનમાં સામેલ થવા અને તેને વધુ પ્રભાવી અને ગતિશીલ બનાવવા સક્રીય યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.