
બેંગલૂરુઃ કર્ણાટકમાં બેંગલુરુ ખાતે લગભગ 15 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. આ મેસેજ તમામ શાળાઓને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો છે. હાલ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ અને કાર્યવાહીમાં વ્યસ્ત છે. બોમ્બની ધમકી મળ્યા બાદ વાલીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને શાળાઓમાં ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.
બેંગલુરુમાં 15 શાળાઓને નિશાન બનાવીને એક અનામી ઈમેલ દ્વારા ખતરનાક બોમ્બની ધમકી આપવામાં આવી છે. જેના કારણે વાલીઓ અને બાળકોમાં ગભરાટ ફેલાયો છે. એક શાળામાં ધમકીભર્યો ફોન પણ કરવામાં આવ્યો છે.
આ બાબતની જાણ થતા વાલીઓએ તેમના બાળકોને શાળાએથી પાછા લેવા ધસારો કર્યો હતો. બેંગલુરુની બસવશ્વનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેસની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગયા વર્ષે પણ આવો જ એક મેસેજ આવ્યો હતો જેમાં 30 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલમાં આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી છે અને શાળાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
બેંગલુરુમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલની ધમકી બાદ એક કોલરે ફોન કોલ દ્વારા ફરીથી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ફોન કોલ મળ્યા બાદ વાલીઓ પોતાના બાળકોને શાળામાંથી પાછા લેવા માટે શાળાઓ તરફ દોડી ગયા હતા. પોલીસ હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે આ પહેલા પણ બેંગલુરુની સ્કૂલોને બોમ્બ બનાવવાના અનેક વખત કોલ આવ્યા છે. આવી જ ધમકી ગયા વર્ષે 19 જુલાઈ 2022ના રોજ આપવામાં આવી હતી. એ અગાઉ 8 એપ્રિલ, 2022ના રોજ બેંગલુરુની 6 શાળાઓને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.