15મી ઓગસ્ટના PM Narendra Modiનું ભાષણ લાઈવ સાંભળવું છે? આ રીતે મળશે ચાન્સ… | મુંબઈ સમાચાર

15મી ઓગસ્ટના PM Narendra Modiનું ભાષણ લાઈવ સાંભળવું છે? આ રીતે મળશે ચાન્સ…

15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ જ નહીં પણ દરેક ભારતીય માટે દેશભક્તિ દેખાડવાનો, ગર્વની લાગણી અનુભવવાનો દિવસ છે. જો તમે આ વખતની 15મી ઓગસ્ટ ખાસ રીતે ઉજવવા માંગતા છો? તો તો તમારે આ સમાચાર છેલ્લે સુધી વાંચી જવા પડશે-

ભારતના રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા તમને આ મોકો આપવામાં આવ્યો છે. આ બંનેના સહયોગથી એક નેશનલ લેવલની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં તમે તમારી કળાનું પ્રદર્શન કરવાની સાથે સાથે રોકડ ઈનામ જિતી શકો છો.

આપણ વાંચો: આઈપીએલઃ ધરમશાલામાંથી ખેલાડીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા મોકલવામાં આવશે દિલ્હી

આટલું ઓછું હોય તેમ તમને 15 ઓગસ્ટના લાલ કિલ્લા ખાતે યોજાતી ઐતિહાસિક પરેડ જોવાની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ પણ સાંભળવાનો મોકો મળે. આવો જોઈએ શું છે આ ક્વિઝ અને તમને આ મોકો કઈ રીતે મળશે-

રક્ષા મંત્રાલય દ્વારા ત્રણ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિબંધ લેખન અને પેઈન્ટિંગ કોમ્પિટિશન સહિત બીજી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: ગુજરાતની 75 વર્ષની ગૌરવગાથા: ‘લોગો સ્પર્ધા’માં ભાગ લઈને 3 લાખ જીતવાની સુવર્ણ તક!

કઈ છે કોમ્પિટિશન-

રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા ત્રણ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા

ભારત રણભૂમિ-સીમાઓનું ગૌરવ

આત્મનિર્ભર સુરક્ષા નવાચાર
ઈનામઃ પ્રથમ આવનારને 25,000 રૂપિયા, દ્વિતીય આવનારને 15,000 અને તૃતિય આવનારને 10,000. સાત પ્રોત્સાહન ઈનામ વિજેતાઓને 5,000 રૂપિયા પુરસ્કાર પેટે આપવામાં આવશે.

પેઈન્ટિંગ કોમ્પિટિશન

આ માટેની થીમ છે નયા ભારત, સશક્ત ભારત.
ઈનામઃ 10,000 રૂપિયા રોકડા.

નિબંધ લેખન સ્પર્ધાઃ

વિષયઃ ઓપરેશન સિંદૂરઃ આંતકવાદની વિરુદ્ધ ભારતની નવી રણનીતિ
ઈનામઃ ટોપ-3 નિંબધને 10,000 રૂપિયાનું ઈનામ

શોર્ટ રીલ કોમ્પિટિશનઃ

વિષયઃ સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા સ્મારત સ્થળનો 45થી 60 સેકન્ડનો વીડિયો
ઈનામઃ 10,000 રૂપિયાનું ઈનામ

રાષ્ટ્રગાન ગાયન સ્પર્ધાઃ

રાષ્ટ્રગાનના પોતાનો સ્વર આપો અને મેળવો રાષ્ટ્રીય સન્માન અને 10,000 રૂપિયાનું ઈનામ

લાલ કિલ્લા પર આમંત્રણ મળશે

આ સ્પર્ધાના 200થી વધુ પસંદગી પામેલા વિજેતાઓના તેમના કમ્પેનિયન સાથે ખાસ ઈ-આમંત્રણ મોકલવામાં આવશે. જેની મદદથી તેઓ લાલ કિલ્લા પર વડા પ્રધાનનું ભાષણ, ધ્વજારોહણ અને બીજી કલ્ચરલ ઈવેન્ટ્સનો આનંદ માણી શકશે.

કઈ રીતે લઈ શકશો ભાગ

કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પહેલાં MyGov પોર્ટલ પર જાવ અને રક્ષા મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા નિયમો અને નિર્દેશોનું પાલન કરો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button