મુંબઇ: શેરબજારને તેજીના ઉછાળા માટે આજે નવું ટ્રિગર મળ્યું છે. નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ૨૫,૬૦૦ની સપાટી પાર કરી છે અને બેન્ક નિફ્ટી પણ પહેલી વખત ૫૩૦૦૦ને વટાવી ગયો છે. જોકે સાથે મીડ કેપ ઇન્ડેક્સમાં તોતિંગ કડાકો પણ બોલાયો છે.
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જે બાદ અમેરિકામાં કુલ વ્યાજ દર ઘટીને પાંચ ટકા થઈ ગયા છે. ફેડરલ રિઝર્વે ચાર વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને તેની અસર શેરમાર્કેટ સાથે ખાસ કરીને સોનાના ભાવ પર પણ પડી છે.
બેન્ક નિફ્ટી 53357ની જીવનકાળની ઊંચી સપાટીને અથડાયો છે અને શક્ય છે કે તે આજે જ તેની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરી શકે. બેન્ક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 53,353.30ની ઊંચી સપાટી બનાવી છે. બેન્ક નિફ્ટીના તમામ શેર વધી રહ્યા છે અને HDFC બેન્ક 1 ટકાથી વધુ વધી છે.
ટુંકમાં બંને મુખ્ય બેન્ચમાર્ક સહિત અમુક ઇન્ડેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. પરંતુ નિફ્ટી મીડ કેપમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું છે. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ સવારના સત્રમાં તેના ૫૯૭૫૩ ના પાછલા બંધ સામે ૧૪૦૦ પોઇન્ટના ભયાનક કડાકા સાથે ૫૮૩૫૨ પોઇન્ટની નીચી સપાટીએ પટકાયો હતો અને અત્યારે નીચી સપાટી સામે ૭૦૦ પોઇન્ટ જેટલો રિકવર થયો છે. નિષ્ણાતો અનુસાર ટૂંકા ગાળા માટે આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે.
Also Read –