નેશનલ

14 લાખ રંગીન દીવાથી બનાવાશે પ્રભુ રામનું પરાક્રમી સ્‍વરૂપ…

અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે હાલમાં અયોધ્‍યા સંપૂર્ણપણે રામમય બની ગઈ છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં દિવાળી કરતા પણ મોટો તહેવાર જોવા મળે તો નવાઈ નહિ. અગાઉ અયોધ્યામાં 21 લાખ દિવડા પ્રગટાવીને એક રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે ફરી એકવાર બક્સરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેની દેખરેખ હેઠળ અયોધ્‍યાના સાકેત મહાવિદ્યાલય દ્વારા 14 લાખ રંગીન દીવાઓ દ્વારા ભગવાન શ્રી રામનું પરાક્રમી સ્‍વરૂપ બનાવવામાં આવશે અને એક રીતે આ એક વર્લ્ડ રેકોર્ડ બનશે.

આ ઉપરાંત દિવડાઓ દ્વારા અયોધ્યાનું રામ લલ્લાનું મંદિર, વડા પ્રધાન મોદી અને યોગી આદિત્યનાથની કૃતિઓ પણ બનાવવામાં આવશે.


આપણા શાસ્ત્રો પ્રમાણે બક્સરમાં તાકકાનો વધ કર્યો હતો આથી તે પ્રભુ રામની કર્મભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આથી બક્સર વાસીઓમાં ખુશીની વહેર જોવા મળી હતી કે તેમના દ્વારાપ્રભુ રામની આકૃતિ બનાવવામાં આવશે.


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે પૂર્વ બિહારના વિવિધ જિલ્લોથી રથ યાત્રા કાઢવામાં આવી છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે અયોધ્યા પહોંચશે. તેમજ બક્સરથી આજે તમામ યાત્રીઓ આજે સાંજે અયોધ્યા પહોંચે છે.
ભગવાન રામની આ આકૃતિ 1000 થી વધુ કલાકારોએ મળીને તૈયાર કરી છે. તેની લંબાઈ 100 ફૂટ અને અઢી ફૂટની પહોળાઈ રાખવામાં આવી છે. આ આકૃતિને બનાવવા માટો 14 પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker