નેશનલ

કર્ણાટકના ચિકબલ્લાપુરમાં માર્ગ અકસ્માતમાં ૧૩ પ્રવાસીનાં મોત

ચિકબલ્લાપુર: ગુરુવારે સવારે એક ખાનગી વાહન હાઈવે પર ઊભા રહેલા ટેન્કર સાથે અથડાતા ૧૩ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતા. નેશનલ હાઈવે ૪૪ પર સવારે સાત કલાકે અકસ્માત થયો હતો. જેમાં ચાર મહિલા સહિત ૧૩ પ્રવાસીનાં મોત થયા હતા. એક એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ) અનંતપુર જિલ્લાથી બેંગલૂરુ જઈ રહી હતી. તેને અકસ્માત નડ્યો હતો. વાહનના ડ્રાઈવર સહિત અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીએ અનંતપુર જિલ્લાના હતા.

અકસ્માતનું કારણ હજી જાણવા મળ્યું નથી. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હતી. તે પણ એક સંભવિત કારણ હોઈ શકે છે. તેવું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

ચિકબલ્લાપુરના એસપીડીએલ નાગેશે કહ્યું હતું કે “ઘટના સ્થળે બાર વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ૧૩માં વ્યક્તિનું મૃત્યુ હૉસ્પિટલમાં થયું હતું.

તમામ લોકો અનંતપુરથી બેંગલૂરુ એક વાહનમાં બેસી જઈ રહ્યા હતા અને માર્ગ પર વાહન એક ઊભી રહેલી ટ્રક સાથે અથડાયું હતું.

ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની સંબંધિત કલમો હેઠળ અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો હતો અને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button