પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં ૧૨નાં મોત
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે જુદા જુદા અકસ્માતમાં મહિલા અને બાળકો સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. રવિવારે સાંજે લાહોરના પોશ વિસ્તારમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના છ સભ્યોના મૃત્યુ થયા હતા. એક કિશોરે આડેધડ વાહન ચલાવીને અકસ્માત કર્યો હતો. તેવી માહિતી પોલીસે સોમવારે આપી હતી. પોલીસે ડ્રાઈવર અફનાન શફાકતની ધરપકડ કરી હતી અને તેનું નામ એફઆઈઆરમાં નોંઘ્યું હતું. રસ્તા પર રેસ લગાવી રહેલા કિશોરે પીડિત લોકોના વાહનને પાછળથી ટક્કર મારી હતી. લાહોરથી ૫૦ કિલોમીટર દૂર શેખુપુરામાં એક કાર અને બસ વચ્ચેની ટક્કરમાં છ લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી પાંચ એક જ પરિવારના હતા. શેખુપુરાના રોડ પર મંઝૂર હુસેન પોતાની પત્ની, ભાઈ, બે કઝીન સાથે સોમવારે લગ્ન સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. સામેની બાજુથી બસ આવી રહી હતી તેની સાથે મંઝૂર હુસેનનું વાહન અથડાયું હતું. કારમાંના પાંચે પ્રવાસીના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બસના ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું હતું. બસના સાત પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઉ