બેલગામ જિલ્લામાં ઝેરી આહાર આપી 11 મોરની હત્યા, એક આરોપીની અટક
મુંબઈ: મહારાષ્ટ્રના બેલગામ જિલ્લામાં ઝેરી આહાર આપી 11 મોરની હત્યા કરવાના આરોપ સામે એક આરોપીઓની વન વિભાગ દ્વારા અટક કરવામાં આવી હતી. આ મામલે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંજુનાથ પવાર નામના આરોપીની મોરની હત્યા મામલે ધરપકડ કરી છે, અને દરેક મોત થયેલા મોરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બેલગામમાં માંજરી ખાતે આવેલા ક્રુષ્ણકાઠ વિસ્તરમાં 11 મોર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ મોરને તપાસ માટે મોકલવામાં આવતા કોઈ પ્રકારનું ઝેર અનાજમાં ભેળવીને તેમને આપવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા તપાસ કર્યા ગામમાં ઇટોની ભટ્ટીમાં કામ કરતાં મંજુનાથ પવારની ધરપકડ કરી હતી. આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે મોરને ઝેરી અનાજ આપ્યું હોવાનું તેણે કબૂલ્યું હતું. જેથી વન વિભાગ દ્વારા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મોરની હત્યા મામલે એક વરિષ્ઠ વન અધિકારીએ કહ્યું હતું કે આ ઘટના નિંદનીય છે. આ પ્રકારનું કૃત્ય કરવામાં આરોપી સાથે બીજા કેટલા લોકો સામેલ છે, એની શોધ કરવામાં આવી રહી છે. આ ગુના માટે જવાબદાર દરેક આરોપીઓને કડક સજા ફટકારવામાં આવશે. મરણ પામેલા 11 મોરને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ મોરના અંતિમ સંસ્કાર કરવામાં આવયમાં હતા, એવી માહિતી અધિકારીએ આપી હતી.