નેશનલ

હત્યાની સજા ભોગવી રહેલા 104 વર્ષના વૃદ્ધે માંગ્યા જામીન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય

શુક્રવાર 29 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અનોખો કેસ આવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે 104 વર્ષીય વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આપણે આ કેસની વિગત જાણીએ. રસિક ચંદ્ર મંડલને 1994માં 1988ના હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે સમયે તેની ઉંમર 68 વર્ષની હતી. આ કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.


Also read: “આમુખમાં પરિવર્તન થઈ શકે” સંસદના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી…


વૃદ્ધે તેની સજાને પડકારતાં ઘણી વખત કોર્ટનો સંપર્ક કર્યો હતો. વર્ષ 2018માં કલકત્તા હાઈકોર્ટે તેમની અપીલ ફગાવી દીધી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ તેને કોઈ રાહત મળી ન હતી. આ ઉપરાંત, મંડલે 2020 માં સુપ્રીમ કોર્ટમાં નવી અપીલ દાખલ કરી હતી જેમાં તેણે તેની વધતી ઉંમર અને બીમારીઓને ટાંકી કોર્ટમાં રાહતની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટેના નિવૃત્ત જસ્ટિસ એ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે 7 મે, 2021ના રોજ મંડલની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.


Also read: Supreme Court: કોઈની અંગત મિલકત પર સરકાર કબજો કરી શકે ? સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો


શુક્રવારે આ મામલો ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ રાજ્યના વકીલ આસ્થા શર્માએ બેંચને કહ્યું કે તેમને ઘણી સમસ્યાઓ છે પરંતુ તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ટૂંક સમયમાં તેમનો 104મો જન્મદિવસ ઉજવશે. સુપ્રીમ કોર્ટે મંડલની ઉંમરને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button