કોવીડ-19 પાનડેમિક(Covid-19 Pandemic)ની અસરમાંથી વિશ્વના દેશો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે એવામાં સંસોધકોએ વધુ એક વાયરસ અંગે દુનિયાને ચેતવણી આપી છે. નિષ્ણાતોએ બર્ડ ફ્લૂ(Bird flu)નો વાયરસ ઝડપી ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી. બર્ડ ફ્લુને કારણે મૃત્યુદર ખુબ ઉંચો રહેશે એવી ચેતવણી નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. નિષ્ણાંતોના મત મુજબ આ બર્ડ ફ્લુ પાન ડેમિક(Bird flu pandemic) કોવિડ કરતાં 100 ગણો ખતરનાક હોઈ શકે છે.
યુકે બેઝ્ડ એક રિસર્ચ સંસ્થાના રિપોર્ટમાં નિષ્ણાતોએ બર્ડ ફ્લુ પાનડેમિક અંગે ચિંતા વ્યક્ત કરી હતી, સંશોધકોએ બર્ડ ફ્લૂના H5N1 સ્ટ્રેઈન અંગે માહિતી આપી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે વાયરસ થ્રેશોલ્ડની નજીક પહોંચી રહ્યો છે અને આ વાયરસ નવા પાનડેમિકનું કારણ બની શકે છે.
પિટ્સબર્ગના અગ્રણી બર્ડ ફ્લૂ સંશોધકે બ્રીફિંગ દરમિયાન ચેતવણી આપી હતી કે H5N1 ફ્લૂ માનવ સહિત સસ્તન પ્રાણીઓની વિશાળ શ્રેણીને સંક્રમિત કરવાની ક્ષમતાને કારણે પાનડેમિકનું કારણ બની શકે છે. આપણે વાયરસથી સંભવિત પાનડેમિક તરફ ઝડપી આગળ વધી રહ્યા છીએ.
સંસોધકોના જણાવ્યા મુજબ “અમે એવા વાઈરસ વિશે વાત નથી કરી રહ્યા કે જેણે હજી પ્રાણીઓમાંથી માણસોમાં પ્રસરશે, અમે એવા વાયરસ વિશે વાત કરી રહ્યા છીએ જે વૈશ્વિક સ્તરે હાજર છે, જે પહેલાથી જ સસ્તન પ્રાણીઓની શ્રેણીને સંક્રમિત કરી રહ્યું છે અને ફેલાઈ રહ્યો છે… આ ખરેખર યોગ્ય સમય છે કે આપણે તૈયાર થઈ જઈએ.”
અન્ય નિષ્ણાંતે જણાવ્યું હતું કે સંભવિત H5N1 પાનડેમિક અત્યંત ગંભીર હોઈ શકે છે, જે કોવિડ-19 પાનડેમિક કરતા ઘણો ઘાતક સાબિત થઇ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડેટા દર્શાવે છે કે 2003 થી H5N1 વાયરસથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે, આમ મૃત્યુ દર 50 ટકાથી વધુ છે. દરમિયાન, વર્તમાન કોવિડ મૃત્યુ દર 0.1 ટકા છે, જે પાન ડેમિકની શરૂઆતમાં 20 ટકાથી હતો.
યુએસના મિશિગન અને ટેક્સાસમાં પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે, એ સમયે આ અહેવાલ પ્રકાશિત થયો છે. યુએસમાં ડેરીની ગાયોને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાના અહેવાલો મળ્યા છે.