નેશનલ

યુપીએના 10 વર્ષ ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદમાં વેડફાયેલો દાયકો: વડા પ્રધાન મોદીએ અર્થતંત્રનું પુન:નિર્માણ કર્યું

નવી દિલ્હી: ભાજપે શુક્રવારે યુપીએના દસ વર્ષના કાર્યકાળને ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદમાં વેડફાયેલો દાયકો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘કામગીરીના રાજકારણે’ ભારતને દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર બનાવ્યું છે.

યુપીએ સરકારે તારાજ થયેલું અર્થતંત્ર આપ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું પાંચ વર્ષમાં પુન:નિર્માણ કર્યું હતું, એમ ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સળંગ બે ટર્મને કારણે દેશમાં અનેક માળખાકીય સુધારા જોવા મળ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાનના કામગીરીના રાજકારણ, પરિવર્તન લાવવાની તેમની ક્ષમતા અને કામને અભૂતપૂર્વ સ્તરે પૂર્ણ કરવાની તેમની ક્ષમતાએ ભારતને છેલ્લા 10 વર્ષમાં ‘નબળા પાંચ’ (ફ્રેજાઈલ ફાઈવ)માંથી બહાર કાઢીને દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં પહોંચાડી દીધો છે, એમ તેમણે કહ્યું હતું.

ચંદ્રશેખરે કહ્યું હતું કે યુપીએની સરકારે પોતાની પાછળ તારાજ અર્થતંત્ર મુુક્યું હતું અને મોદીએ 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ પાંચ વર્ષમાં તેનું પુનનિર્માણ કર્યું હતું.

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે દેશના જીડીપીને 5.3 પર પહોંચાડી દીધું હતું. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે દેશનો જીડીપી 8.4 ટકા પર પહોંચ્યો છે, જે આખા દેશમાં સૌથી વધારે છે, એમ તેમણે કહ્યું હતું.
આ મહત્ત્વનો ફરક કામગીરીના રાજકારણ અને ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદમાં વેડફાયેલા દાયકાનો ફરક છે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ પોતાના 2019થી 2024ના કાર્યકાળ દરમિયાન ભારતને વિકસિત ભારત તરફ લઈ જવાનો પાયો નાખ્યો છે, એમ ચંદ્રશેખરે કહ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button