ભારતમાં 10 કરોડ લોકોને સ્લીપ ડિસઓર્ડરથી પીડિત છે
એક સંશોધન પ્રમાણે દેશમાં 10 કરોડ લોકોને સ્લીપ ડિસઓર્ડર એપનિયાથી પીડિત છે. આ રોગમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય રીતે નથી લઇ શકાતો અને નસકોરા પણ બોલે છે. જેના કારણે વ્યક્તિ સારી રીતે સૂઈ શકતી નથી. દેશમાં લગભગ 11 ટકા પુખ્ત વ્યક્તિઓને આ સમસ્યા હોય છે. AIIMS એ છેલ્લા બે દાયકામાં 6 સંશોધન કરીને આ ડેટા તૈયાર કર્યો છે.
સંશોધન દર્શાવે છે કે સ્લીપ ડિસ ઓર્ડર એપનિયાના કેસ પુરુષોમાં વધુ જોવા મળે છે. રાત્રે બરાબર ઊંઘ ન આવવાના કારણે રોજબરોજના કામકાજ પર પણ અસર પડી રહી છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધી રહ્યું છે.
એઈમ્સ નવી દિલ્હીના પલ્મોનોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.અનંત મોહનના જણાવ્યા અનુસાર સંશોધનમાં સામે આવ્યું છે કે ભારતમાં 10 કરોડ લોકોને આ સ્લીપિંગ ડિસઓર્ડર છે. તેમાંથી લગભગ 5 કરોડમાં સ્લીપ ડિસઓર્ડર એપનિયાના ગંભીર લક્ષણો છે. આ રોગને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં પણ સ્થૂળતા વધી રહી છે.
કેટલાક ગંભીર કિસ્સાઓમાં ઊંઘ પૂરી ના થવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાનું જોખમ રહેલું છે. મોડી રાત્રે નસકોરા આવવાની સમસ્યા પણ થાય છે, અને ખાસ તો તેના કારણે જ ઊંઘ પૂરી નથી થતી. જેના કારણે લોકોને દિવસ દરમિયાન ઊંઘ આવે છે. ઊંઘના કારણે કામ કરતા લોકોના કામ પર પણ અસર થાય છે. ઘણા કિસ્સાઓમાં આ રોગ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને પણ બગાડે છે. સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને મેટાબોલિક ડિસીઝનું જોખમ પણ રહેલું છે. આવી સ્થિતિમાં આ રોગ અંગે જાગૃતિ વધારવાની જરૂર છે.
ડો. મોહન સમજાવે છે કે વૃદ્ધ લોકોમાં સ્લીપ ડિસઓર્ડર એપનિયાનું જોખમ વધુ હોય છે. ઊંઘમાં ખલેલ થવાને કારણે શરીરના અન્ય અંગો પણ પ્રભાવિત થાય છે. વૃદ્ધો તેમજ સ્થૂળતાથી પીડિત લોકો પણ આ રોગનું જોખમ વધારે છે.