નેશનલ
ભગવદ્ગીતાનું ૧.૨ લાખ લોકોએ પઠન કર્યું
કોલકાતા: અહીંના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર રવિવારે લગભગ ૧.૨ લાખ લોકોએ ભગવદ્ગીતાનું સામૂહિક પઠન કર્યું હતું. પારંપરિક વસ્ત્રોમાં સજ્જ અને જુદી જુદી પૃષ્ઠભૂમિમાંથી આવનારા આબાલ, યુવાન, વૃદ્ધ લોકોએ સામૂહિક પઠન કરી ઈતિહાસ સર્જ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને પશ્ર્ચિમ બંગાળના ભાજપ એકમના ટોચના નેતાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પશ્ર્ચિમ બંગાળ રાજ્યના ભાજપ એકમના પ્રમુખ સુકાંતા મઝુમદારે કહ્યું હતું કે “ભગવદ્ગીતા વિશ્ર્વને આપેલી ભારતની સૌથી મોટી ભેટ છે. પશ્ર્ચિમ બંગાળ વિધાનભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે “આ કાર્યક્રમ પછી રાજ્યના હિંદુઓ ભાગલાકારી પરિબળો સામે એક થશે. ભગવદ્ગીતાનું સામૂહિક પઠન હિંદુઓની એકતા માટેનો પણ પ્રયત્ન છે. આપણામાં ભાગલા પડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે હિંદુઓએ સંગઠિત થવું
જરૂરી છે.