નેશનલ
હું જ્યાં દસ વર્ષથી રહેતો નથી ત્યાં જઈ શું કરશોઃ કુનાલ કામરાએ મુંબઈ પોલીસને આપ્યો જવાબ…

મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મામલે કોમેન્ટ કર્યા બાદ વિવાદોમાં અને કાનૂની પ્રક્રિયાઓમાં ફસાયેલા કોમેડિયન કુનાલ કામરાના ઘરે ગઈકાલે મુંબઈ પોલીસ ગઈ હતી, પરંતુ ખાલી હાથ પાછી આવી હતી. કુનાલે આ મામલે પોતાના ચેન્નઈના ઘરની ટેરેસ પરના ફોટા સાથે એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે જે ઘરમાં હું દસ વર્ષથી રહેતો નથી ત્યાં જઈને તમારો સમય અને સંસાધનોનો વેડફાટ કરવાનો શું ફાયદો.
કુનાલ સામે ખાર પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ થયા છે. તેને સમન્સ પણ ન પાઠવ્યું હતું. કુનાલ પોલીસ સમક્ષ પહેલા સમન્સ બાદ હાજર ન રહેતા ફરી સમન્સ મોકલવામાં આવ્યું છે. મુંબઈ ઉપરાંત નાશિકમાં પણ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જોકે આટલા દિવસ બાદ પોલીસ તેના માહિમ ખાતેના ઘરે ચેક કરવા ગઈ હતી